Connect Gujarat
વડોદરા 

વડોદરા : કલાનગરીના કલાકારોની આતુરતાનો આવ્યો અંત, રૂ. 5.80 કરોડના ખર્ચે નવીન આર્ટ ગેલેરીનું કરાશે નિર્માણ...

કલાનગરી વડોદરામાં બદામડી બાગ સ્થિત આર્ટ ગેલેરી વર્ષ 2017માં તોડી પાડ્યાના 5 વર્ષ બાદ, આખરે હવે નવીન આર્ટ ગેલેરી બનાવવાનું કામ હાથ પર લેવાયું છે.

X

વડોદરા શહેરના બદામડી બાગ ખાતે રૂ. 5.80 કરોડના ખર્ચે નિર્માણ પામનાર નવીન આર્ટ ગેલેરીના કામનું મેયર કેયૂર રોકડિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

કલાનગરી વડોદરામાં બદામડી બાગ સ્થિત આર્ટ ગેલેરી વર્ષ 2017માં તોડી પાડ્યાના 5 વર્ષ બાદ, આખરે હવે નવીન આર્ટ ગેલેરી બનાવવાનું કામ હાથ પર લેવાયું છે. ઉચ્ચ સ્તરે થયેલી રજૂઆતો બાદ 5.80 કરોડ રૂપિયાના ખર્ચે બદામડીબાગ આર્ટ ગેલેરી બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. બદામડી બાગ ખાતે બનાવાયેલી એક માત્ર આર્ટ ગેલેરીને તત્કાલીન મ્યુનિ. કમિશનર વિનોદ રાવ દ્વારા વર્ષ 2017માં તોડી પાડવામાં આવી હતી, જ્યાં બગીચામાં સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બનાવ્યું હતું. કલાકારો અને સ્થાનિકોના વિરોધને ડામી દઈ ઊભા કરાયેલા સીસીસી સેન્ટર બાદ અન્યત્ર સ્થળે આર્ટ ગેલેરી બનાવવામાં આવશે તેવી હૈયાધારણા આપી હતી. આર્ટ ગેલેરી બનાવવા માટે કલાકારોએ અનેકવાર પાલિકામાં તેમજ મુખ્યમંત્રીને રજૂઆતો કરી હતી. આખરે પાલિકાએ બદામડી બાગ નજીક સીસીસી સેન્ટરની બાજુમાં આર્ટ ગેલેરી બનાવવાનું નક્કી કર્યું હતું. જેનુ મેયર કેયુર રોકડીયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ, અકોટા વિધાનસભાના ધારાસભ્ય સીમા મોહિલે, ડેપ્યુટી મેયર નંદા જોષી, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર હીતેન્દ્ર પટેલ સહિત સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story