Connect Gujarat
વડોદરા 

વડોદરા : એક તરફી પ્રેમમાં પાગલ કમલેશ ઠાકોરે કરી હતી તૃષાની નિર્મમ હત્યા

ક્રાઇમ બ્રાંચની ટીમે યુવતી તૃષા સોલંકીની હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપી કમલેશ ઠાકોરને ઝડપી પાડયો છે.

X

વડોદરાના ધનીયાવી પાસેથી યુવતીની નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. ક્રાઇમ બ્રાંચની ટીમે યુવતી તૃષા સોલંકીની હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપી કમલેશ ઠાકોરને ઝડપી પાડયો છે. હત્યારો તૃષા સોલંકીના એક તરફી પ્રેમમાં પાગલ હતો અને ચાર વર્ષથી તેને હેરાનગતિ કરતો હતો.

સુરતની ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીને એક તરફી પ્રેમમાં ફેનીલ નામના યુવાને જાહેરમાં રહેંસી નાંખી હતી. આ ઘટના બાદ હવે યુવાનો તેમની પ્રેમિકાઓને રહેંસી નાંખતા પણ ખચકાય રહયાં નથી અને આવો જ એક કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે. મુળ પંચમહાલના સામલી ગામની રહેવાસી તૃષા સોલંકીએ પોલીસ વિભાગમાં ભરતી થવા માટે તનતોડ મહેનત કરી રહી હતી. સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થવા માટે તે ગામ છોડી વડોદરામાં રહેતાં તેના મામાને ત્યાં આવી ગઇ હતી. તે માણેજાની આર્યન રેસીડેન્સીમાં રહી પરીક્ષાઓની તૈયારીઓ કરી રહી હતી પણ માસુમ તૃષાને કયાં ખબર હતી કે તેનું પોલીસ વિભાગમાં ભરતી થવાનું સ્વપન અધરૂ રહી જશે.

બે દિવસ પહેલાં ધનીયાવી પાસે અવાવરૂ જગ્યાએથી તૃષાનો મૃતદેહ મળી આવ્યો.. તૃષાના શરીર પર તીક્ષ્ણ હથિયારના સંખ્યાબંધ ઘા મારવામાં આવ્યાં હતાં અને હત્યારાએ તૃષાનો એક હાથ પણ કાપી નાંખ્યો હતો. હત્યાનો ભેદ ઉકેલવા વડોદરાની ક્રાઇમ બ્રાંચ તથા અન્ય ટીમો કામે લાગી હતી. સંખ્યાબંધ સ્થળોના સીસીટીવી ફુટેજ તપાસ્યાં બાદ પોલીસ હત્યારા સુધી પહોંચી હતી. પોલીસે માણેજા વિસ્તારમાં રહેતાં કમલેશ ઠાકોરની ધરપકડ કરી છે. આ એ જ કમલેશ ઠાકોર છે કે જે છેલ્લા ચાર વર્ષથી તૃષાની હેરાનગતિ કરતો હતો. તેણે તૃષાને મળવા માટે ધનીયાવી બોલાવી હતી અને તૃષા કઇ સમજે તે પહેલાં તેની પણ પાછળથી તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી દીધો હતો. હાલ તો પોલીસ આરોપીની વધુ પુછપરછ કરી રહી છે.

Next Story