Connect Gujarat
વડોદરા 

વડોદરા : ખોડીયાર નગરમાં જવેલર્સની દુકાનમાં 1.40 લાખ રૂપિયાની લુંટ

વલ્લભ જવેલર્સ નામની દુકાનમાં બની ઘટના, 1.40 લાખ રૂપિયાની સોનાની ચેઇનની ઉઠાંતરી.

X

વડોદરાના ખોડીયાર નગરમાં આવેલી વલ્લભ જવેલર્સમાંથી લુંટારૂઓ 1.40 લાખ રૂપિયાની કિમંતની સોનાની ત્રણ ચેઇનની લુંટ ચલાવી ફરાર થઇ ગયાં છે.

વડોદરામાં છાણી જકાતનાકા પાસે પાર્ક કરેલી કારમાંથી બે કરોડ રૂપિયા ઉપરાંતના સોનાના દાગીનાની ઉઠાંતરી બાદ વધુ એક એક લુંટનો બનાવ બન્યો છે. વડોદરા શહેરના ખોડીયાર નગર શ્રીજી પ્લાઝામાં આવેલા વલ્લભ જ્વેલર્સમાં લુંટની ઘટના સામે આવી છે. વલ્લભ જવેલર્સમાં ગ્રાહકોને જવેલર્સ સોનાની ચેઇન બતાવી રહયાં હતાં. તે સમયે એક યુવાન દુકાનમાં આવ્યો હતો અને જવેલર્સની આંખમાં મરચાની ભુકી નાંખી દે છે.

પલવાર તે યુવાન ટેબલ પર મુકેલી સોનાની ત્રણ ચેઇન લઇ ભાગવા લાગે છે. જવેલર્સના ભાઇ યુવાનનો પીછો કરે છે પણ લુંટારૂ તેના સાગરિત સાથે બાઇક પર બેસી ફરાર થઇ જાય છે. બનાવની જાણ થતાં બાપોદ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચે છે. પોલીસે દુકાનના માલિક રોનક સોની પાસેથી ઘટના અંગેની માહિતી મેળવી હતી. આ ઉપરાંત શો-રૂમ તથા આસપાસની દુકાનોમાં લાગેલા સીસીટીવીના ફુટેજ ચકાસવામાં આવી રહયાં છે. બંને લુંટારૂઓ ટુંક સમયમાં ઝડપાય જશે તેવો આશાવાદ પોલીસે વ્યકત કર્યો છે.

Next Story