Connect Gujarat
વડોદરા 

વડોદરા : રૂ. 250 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યું છે કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ…

X

વડોદરા શહેર નજીક કોટંબી ખાતે રૂ. 250 કરોડના ખર્ચે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. પ્રણવ અમીન BCAના પ્રમુખ બન્યા એ સમયે આ મેદાન ખરીદવામાં આવ્યું હતું. પરંતુ વર્ષ 2019માં મેદાનને સ્ટેડિયમમાં ફેરવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

BCA દ્વારા ખૂબ મોટુ સાહસ કરીને કોરોનાકાળ દરમિયાન કામ શરૂ કરાવ્યું હતું. જેથી કરીને આજે વર્ષ 2023માં આ સ્ટેડિયમનું 80થી 90 ટકા જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે. આ સ્ટેડિયમ બનાવવા પાછળ રૂ. 250 કરોડનો ખર્ચો થયો છે. એમાં 50%ની સબસીડી BCCI દ્વારા આપવામાં આવશે. આ સ્ટેડિયમમાં સોલાર પેનલ, સેટેલાઇટ અપલિંકઇંગ યાર્ડ, એલ.ઇ.ડી સ્ક્રીન, બી.સી.સી.આઈ અને આઈ.સી.સીના નિયમો અનુસાર સેન્ડ બેઝ ગ્રાઉન્ડ, 3 લેયરની વિકેટ, મેદાનમાં બરમુડા ઘાસ, વગેરે સુવિધાઓથી સજ્જ છે.

42 એકર જમીન પર ફેલાયેલુ આ સ્ટેડિયમ 32000 લોકોની બેસવાની ક્ષમતા ધરાવે છે. ડી.એમ.એક્સ અને આઈ.ડી.એમ. સોફ્ટવેરથી સંચાલિત ફ્લડ લાઇટ્સ છે. બી.સી.એના સત્યજીત ગાયકવાડે જણાવ્યું હતું કે, પ્રણવ અમીનના નેતૃત્વ હેઠળ આખા સ્ટેડિયમનું કામ ચાલી રહ્યું છે. વડોદરાના ક્રિકેટ પ્રેમીઓને વડોદરા શહેર ખાતે ઇન્ટરનેશનલ ક્રિકેટ જોવાના લાભો મળે એવા લક્ષ્ય રાખીને પ્રયત્નો સફળ થતાં દેખાઈ રહ્યા છે. કોટંબી સ્ટેડિયમના આર્કિટેક પણ વડોદરાના જ છે. આ સ્ટેડિયમની 360 ડીગ્રી એંગલની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. 3 માળનું સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. એવી રીતે માળખું ઊભું કરવામાં આવ્યું છે કે, ત્રણેય માળથી ક્રિકેટ પ્રેમીઓને એકસરખું જોવા મળશે.

આ સ્ટેડિયમ અત્યાધુનિક ટેકનોલોજીથી બનાવવામાં આવ્યું છે. આ સ્ટેડિયમમાં ખાસ કરીને ઇન્ડૉર પીચ પણ બનાવવામાં આવી છે. જેથી કરીને ક્રિકેટરો ઇન્ડોર પ્રેક્ટિસ પણ કરી શકશે. મીડિયા કોન્ફરન્સ રૂમમાં સ્ટુડિયો પણ બનાવવામાં આવ્યો છે. જેથી કરીને મેચ પત્યા પછી સ્ટુડિયોમાં જ ઇન્ટરવ્યૂ અને એક્સપર્ટ ડિસ્કશન કરી શકે એની સુવિધા ઉપલબ્ધ કરેલી છે. આવુ પહેલીવાર બનેલું છે કે, સ્ટેડિયમમાં જ સ્ટુડિયો ઉપલબ્ધ હોય. ક્રિકેટરોના રૂમમાં પણ સ્ટીમ બાથ, ફિઝિયોથેરાપી સેન્ટર, સ્વિમિંગ પૂલ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સ્ટેડિયમ લિંગબોન્ડ ટેકનોલોજીથી બનાવેલું છે. ગમે તેટલો વરસાદ પડે તો પણ ગ્રાઉન્ડમાંથી 20 મિનિટમાં પાણી નીકળી જાય અને રમવા માટે ગ્રાઉન્ડ તૈયાર પણ થઈ જાય. વરસાદના પાણીનો ઉપયોગ ફરી કરવા માટે અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ પણ બનાવવામાં આવ્યું છે. એટલે કે, રેઇન વોટર હાર્વેસ્ટિંગની સુવિધા કરવામાં આવેલી છે.

Next Story