વડોદરા: CM ભુપેન્દ્ર પટેલની જાહેર સભામાં ક્ષત્રિય યુવાનોનો વિરોધ,પોલીસ થઈ દોડતી

વડોદરામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની જાહેરસભામાં ક્ષત્રિય યુવાનોએ રૂપાલા મામલે વિરોધ નોંધાવતા હોબાળો મચ્યો હતો.

New Update
વડોદરા: CM ભુપેન્દ્ર પટેલની જાહેર સભામાં ક્ષત્રિય યુવાનોનો વિરોધ,પોલીસ થઈ દોડતી

વડોદરામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની જાહેરસભામાં ક્ષત્રિય યુવાનોએ રૂપાલા મામલે વિરોધ નોંધાવતા હોબાળો મચ્યો હતો.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડોદરામાં સભા કરવા આવવાના હોવાથી શહેર પોલીસ દ્વારા શહેર કરણી સેનાના મહિલા મોરચના પ્રમુખ, કરણી સેનાના રાષ્ટ્રીય પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોડ સહિતના 16 હોદ્દેદારો-કાર્યકરોને ઘરમાં જ નજર કેદ તેમજ અટકાયત કરાયા હતાં.જ્યારે મુખ્યમંત્રીની જાહેર સભા રવિવારે રાતે 8:30 વાગે પુરી થતા તેઓ કારથી સભાના મેદાનના મુખ્ય ગેટની બહાર નિકળતા ગોરવાના ક્ષત્રિય સમાજના સભ્યોએ રૂપાલા વિવાદ મુદ્દે સુત્રોચ્ચાર કરતા પોલીસે પાંચેક વ્યક્તિઓની અટકાયત કરી હતી. આ મામલે રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો

Latest Stories