વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ઉચાટ ભર્યા માહોલ વચ્ચે રવિવારે મોડી રાતે રાવપુરા ટાવરથી લઈ જ્યુબિલી બાગ તરફ જવાના માર્ગ પર બે કોમના ટોળા વચ્ચે પથ્થરમારો થતાં નાસભાગ મચી હતી તોફાની તત્વોએ ધાર્મિક સ્થળને ટાર્ગેટ બનાવી મૂર્તિઓની તોડફોડ કરતાં ઉત્તેજના વ્યાપી હતી
વડોદરાના રાવપુરા ટાવરથી જુબેલીબાગ તરફ જવાના રોડ પર મોડી રાત્રે બે યુવકો વચ્ચે અકસ્માતને લઇ ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી જેને લઇને સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા દરમિયાન બે કોમના ટોળા સામસામે આવી જતાં પથ્થરમારો થતાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. તોફાની તત્વોએ રાવળીયા વાસમાં આવેલ ધાર્મિક સ્થળને ટાર્ગેટ બનાવી તોડફોડ કરી હતી જેને લઇને લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો.આ વાત વાયુવેગે ફેલાતા જુદાજુદા વિસ્તારમાંથી પણ યુવકો દોડી આવ્યા હતા જે બાદ વિવિધ વિસ્તારોમાં કાંકરીચાળો થયો હતો તોફાનીઓએ રોડ પર પાર્ક કરેલા વાહનોની તોડફોડ કરી હતી .ઘટનાની જાણ થતાં જ શહેર પોલીસ કમિશનર સમશેર સિંગ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી જઇ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ લીધી હતી અને શહેરીજનોને અફવાથી દૂર રહેવા શહેર પોલીસ કમિશનરે અપીલ કરી હતી