વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ લિટલ ફ્લાવર સ્કૂલ દ્વારા ગણેશોત્સવની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ માટે મુર્તિ, માસ્ક અને મુકુટ બનાવવાની સ્પર્ધા યોજવામાં આવી હતી.
ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને ઉત્સવોની ઉજવાણીનું મહત્વ બાળકોને બાલ્યાવસ્થાથી જ મળે તે માટે શાળામાં વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવે છે, ત્યારે વડોદરા શહેરના માંજલપુર વિસ્તાર સ્થિત લિટલ ફ્લાવર સ્કૂલ દ્વારા ગણેશોત્સવની ઉજવણી દરમિયાન શાળાના બાળકો માટે ગણેશજીની મુર્તિ, માસ્ક અને મુકુટ બનાવવાની સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ધોરણ 5થી 8ના વિદ્યાર્થીઓએ માટીની 108 મૂર્તિઓ બનાવી હતી, જ્યારે ધો-4ના બાળકોએ ગણેશજીના 56 માસ્ક બનાવ્યા હતા. ઉપરાંત ધો-3ના બાળકોએ ગણેશજીના 50 મુકુટ બનાવ્યા હતા. સાથે જ નર્સરીથી ધો-2ના વિદ્યાર્થીઓએ શુશોભીત રંગોથી સુંદર ચિત્રો તૈયાર કર્યા હતા. જેનું શાળામાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ ઉપરાંત છપ્પન ભોગનો અન્નકૂટ ધરવવામાં આવ્યો હતો. ગણેશજીની આરતી અને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં બાળકોના વાલીઓ સહિત શિક્ષકગણ ઉપસ્થિત રહી ગણેશજી અને હનુમાનજીની આરાધના કરી હતી.