વડોદરા: રાયોટીંગના વોન્ટેડ ગુનેગારોને શોધવા ગયેલી પોલીસ સાથે સ્થાનિકોનુ ધર્ષણ,વાતાવરણ બન્યું તંગ

અમદાવાદી પોળ સહિતના વિસ્તારમાં રવિવારે રાતે થયેલા કોમી તોફાન બાદ કોમ્બિંગમાં નીકળેલી પોલીસ બે આરોપીને પકડવા માટે પથ્થર ગેટ પહોંચી હતી.

New Update
વડોદરા: રાયોટીંગના વોન્ટેડ ગુનેગારોને શોધવા ગયેલી પોલીસ સાથે સ્થાનિકોનુ ધર્ષણ,વાતાવરણ બન્યું તંગ

વડોદરાના અમદાવાદી પોળ સહિતના વિસ્તારમાં રવિવારે રાતે થયેલા કોમી તોફાન બાદ કોમ્બિંગમાં નીકળેલી પોલીસ બે આરોપીને પકડવા માટે પથ્થર ગેટ પહોંચી હતી. જ્યાં સ્થાનિક લોકોના ટોળાએ પોલીસ જવાનોને ઘેરી લઈ હાથપાઈ કરી આરોપીને છોડાવી જતાં મામલો બીચક્યો હતો.

વડોદરા શહેરમાં બે દિવસ અગાઉ રાવપુરા રોડ પર સામાન્ય અકસ્માતની ઘટના બાદ ભારે પથ્થરમારો થયો હતો. જેમાં મંદિરની મૂર્તિને નુકશાન પહોંચાડી ખંડીત કરવામાં આવી હતી. તેમજ અસામાજીક તત્વો દ્વારા વાહનોને પણ નિશાન બનાવી ભારે નુકશાન પહોંચાડવામાં આવ્યું હતુ. આ ઘટનામાં પોલીસે રાવપુરા અને કારેલીબાગ પોલીસ સ્ટેશનના રાઇયોટીંગના બે ગુનાઓ નોંધ્યા હતા. જેમાં પોલીસે 20 જેટલા તોફાની તત્વોની ધરપકડ કરી અન્યની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન તપાસમાં ગયેલી વાડી પોલીસ સાથે સ્થાનિકોએ બોલાચાલી કરતા ધર્ષણ સર્જાયુ હતુ.

વિસ્તારમાં પહોંચેલી પોલીસની ટીમ સાથે સ્થાનિકોએ બોલાચાલી કરતા ટોળુ એકત્ર થયુ અને ધર્ષણના દ્રશ્યો સર્જાય હતા. નજીકમાંજ પોલીસ કાફલો હોવાથી અન્ય પોલીસ કર્મીઓ તાત્કાલીક આવી પહોંચ્યાં હતા. ઘટનાની જાણ પોલીસના ઉચ્ચ અધિકારીઓને થતાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. ઘટનાને પગલે વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દઇ, મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે.આ મામલે ડીસીપી ઝોન -3 યશપાલ જગાણીયાએ મીડિયા સાથે જણાવ્યું હતુ કે, પોલીસ કમિસશ્નરના હુકમથી સમગ્ર શહેર વિસ્તારમાં પોલીસ દ્વારા ફુટ પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે, 11 વાગ્યા પછી ચાલુ રહેતા લારી-ગલ્લા શાંતિપબર્ણ રીતે બંધ કરવા માટે કહેવામાં આવ્યું હતુ.

Latest Stories