Connect Gujarat
વડોદરા 

વડોદરા : વિધર્મીઓને જમીન વેચાતાં સ્થાનિકો લાલઘુમ, બાંધકામનો કર્યો વિરોધ

વડોદરાના બાપોદ વિસ્તારમાં આવેલાં સાંઇબાબાના મંદિર પાસે વિધર્મીઓએ બાંધકામ શરૂ કરતાં સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે.

X

વડોદરાના બાપોદ વિસ્તારમાં આવેલાં સાંઇબાબાના મંદિર પાસે વિધર્મીઓએ બાંધકામ શરૂ કરતાં સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે, અશાંતધારાનું ઉલ્લંઘન કરી જમીનનું વેચાણ કરી દેવાયું છે...

વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં અશાંતધારો અમલમાં છે. જે વિસ્તારોમાં અશાંતધારો અમલમાં હોય ત્યાં એક કોમના લોકો અન્ય કોમના લોકોને મિલકતો વેચી શકતા નથી તેમજ ભાડે પણ આપી શકતાં નથી. બાપોદ વિસ્તારમાં અશાંતધારો હોવા છતાં સાંઇબાબાના મંદિર પાસેની જમીન વિધર્મીઓને વેચી દેવામાં આવી છે. વિધર્મીઓએ આ જમીન પર બાંધકામ શરૂ કરતાં સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યાં હતાં અને વિરોધ કર્યો હતો. સ્થાનિક વિસ્તારની ભૌગોલિક સ્થિતિની વાત કરવામાં આવે તો જાધવ અમી શ્રધ્ધા, તિલકનગર, ગ્રીન પાર્ક ,ભામીની ટેનામેન્ટ, ઋત્વિક પાર્ક ,અમી શ્રદ્ધા સહિતની સોસાયટીઓ આવેલી છે. આ તમામ સોસાયટીઓમાં બહુમતીઓની વસ્તી છે. ભુતકાળમાં આ વિસ્તારમાં થયેલાં કોમી રમખાણોને ધ્યાનમાં રાખી આ વિસ્તારમાં અશાંતધારો લાગુ કરી દેવાયો છે તેમ છતાં વિધર્મીએ બાંધકામ શરૂ કરતાં લોકોમાં ઉકળતો ચરૂ છે. જો આ સ્થળે બાંધકામ થશે તો ઉગ્ર આંદોલનની ચીમકી લોકોએ આપી છે.

Next Story