Connect Gujarat
વડોદરા 

વડોદરા : જુના પુસ્તકો ફાડીને કચરો રસ્તા પર ઠાલવતા લિટલ ફ્લાવર સ્કૂલના સંચાલકોને મનપાની નોટીસ..!

સિધ્ધનાથ તળાવના બ્યુટિફીકેશન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યા છતાં પણ તળાવમાં ગંદકી કરવામાં આવતી હતી.

X

વડોદરા શહેરની મધ્યમાં આવેલા સિધ્ધનાથ તળાવના બ્યુટિફીકેશન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યા છતાં પણ તળાવમાં ગંદકી કરવામાં આવતી હતી. આજુબાજુમાંથી વેપારીઓ સિદ્ધનાથ તળાવમાં કચરો નાખી જતા હોવાની ફરિયાદ સ્થાનિક કોંગ્રેસના કોર્પોરેટરે કરી હતી. તે બાદ કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં આવીને સિધ્ધનાથ તળાવની સફાઈ શરૂ કરી હતી.

આ દરમિયાન ખંડેરાવ માર્કેટની આજુબાજુના વિસ્તારની રાબેતા મુજબની સવારની સફાઈની કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ સિધ્ધનાથ તળાવ પાસે આવેલી લિટલ ફ્લાવર સ્કૂલના સંચાલકો દ્વારા જુના પુસ્તકો ફાડીને ઢગલો રસ્તા ઉપર ઠાલવવામાં આવ્યો હતો, જેની જાણ વોર્ડ ઓફિસર બી.એસ.વસાવાને થતા તેઓએ સ્થળ પર પહોંચી જઈ સૌપ્રથમ જુના પુસ્તકો ફાડીને ઠાલવવામાં આવેલો કચરો સફાઈ કરવામાં આવ્યો હતો. આ સાથે સ્કૂલના સંચાલકોને નોટિસ પાઠવી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

Next Story