/connect-gujarat/media/post_banners/37d20200fbd8c6118b654fe87ff997739bc60abe7d559b5e1b624490091b720e.jpg)
વડોદરાના વાઘોડિયામાં ફરજ બજાવતા ગ્રામરક્ષક દળના જવાનોએ વિવિધ પડતર પ્રશ્નો બાબાતે ધારાસભ્ય મધુશ્રીવાસ્તવને રજૂઆત કરી હતી.
વડોદરાની વાઘોડિયા વિધાનસભા મતક્ષેત્રમાં ફરજ બજાવતા ગ્રામરક્ષક દળના જવાનોએ આજે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના કાર્યાલય ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. ગ્રામ રક્ષકદળના જવાનોની રજૂઆત છે કે તેઓના વેતનમાં વધારો કરવો જોઈએ સાથે જ તેમને ખાખી યુનિફોર્મ પણ નિયમિત રીતે આપવો જોઈએ જે માટે આવેદનપત્ર થકી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને રજૂઆત કરવામાં આવી હતી.મધુ શ્રીવાસ્તવની કચેરીની બહાર ગ્રામ રક્ષક દળના જવાનોએ સુત્રો પણ પોકાર્યા હતા મધુ શ્રીવાસ્તવે ગ્રામ રક્ષકદળની રજૂઆત મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી સુધી પહોંચાડીશ તેમ જણાવી માંગણીઓ વ્યાજબી હોવાનું જણાવ્યું હતું.