/connect-gujarat/media/post_banners/ee411b76c2126a4f62f47bac763d6f224a228fddddf1215782fca6471bdba5eb.jpg)
ગોરવા વિસ્તારમાં પેટ્રોલ પંપ ઉપર યુવકો વચ્ચે થઈ બબાલ
પેટ્રોલ ભરાવતા મોપેડ સવાર સાથે અજાણ્યો શખ્સ બાખડ્યો
બીભત્સ અપશબ્દો બોલી ગડદાપાટુનો માર મારવામાં આવ્યો
બનાવના પગલે ગોરવા પીઆઈ સહિતનો સ્ટાફ દોડી આવ્યો
ગોરવા પોલીસે CCTVના આધારે કરી 9 શખ્સોની અટકાયત
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવાની બાબતે યુવાન ઉપર કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો. આ મામલે CCTV ફૂટેજની મદદથી ગોરવા પોલીસે મારામારી કરનાર 9 શખ્સોને ગણતરીના કલાકોમાં ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા એક પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ ભરાવતી વખતે "હોર્ન શું કામ વગાડે છે? થોડી રાહ જુઓ, મારી ગાડીમાં પેટ્રોલ ભરાય છે" તેવું કહેનાર મોપેડસવાર પર કેટલાક શખસે હુમલો કર્યો હતો.
આ મામલે CCTV ફૂટેજની મદદથી ગોરવા પોલીસે મારામારી કરનાર 9 આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ ગઈકાલ શુક્રવારે રાત્રે અગિયાર વાગ્યાના સુમારે બન્યો છે. જેમાં પેટ્રોલ પંપ ખાતે ફરીયાદી પોતાના મોપેડમાં પેટ્રોલ પૂરાવવા માટે ઉભા હતા. તે વખતે પાછળથી આવેલા કોઈ અજાણ્યો શખ્સ પોતાની બાઇકનું હોર્ન વારંવાર વગાડતો હતો.
જેથી યુવકે કહ્યું હતું કે, ભાઈ હોર્ન શું કામ વગાડે છે, થોડી રાહ જુઓ. મારી ગાડીમાં પેટ્રોલ ભરાય છે, તેમ કહેતા આ અજાણ્યો શખ્સ એકદમ ઉશ્કેરાઈ જઈને મોપેડ સવારને બીભત્સ અપશબ્દો બોલી ગડદાપાટુનો માર મારતા તેણે તેના મિત્રને બોલાવ્યા હતા. દરમિયાન આ અજાણ્યા શખ્સે પણ કોઈને ફોન કરી આશરે 10થી 15 જેટલા ઈસમોને બોલાવી યુવકને અને તેના મિત્રોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર ઘટનાને લઇ ગોરવા પીઆઈ સહિતનો સ્ટાફ અલગ-અલગ ટીમો બનાવી, સીસીટીવી અને હ્યુમન સોર્સિસ આધારે 9 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.