વડોદરા:તપનની અંતિમયાત્રામાં માતાનું હૈયાફાટ રૂદન,આરોપીઓને કડક સજાની કરાઈ માંગ

સયાજી હોસ્પિટલમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમારને આરોપી બાબરખાન પઠાણે તીક્ષણ હથિયાર વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

New Update
Advertisment
  • વડોદરામાં તપનની હત્યાનો મામલો 

  • મૃતકની અંતિમયાત્રા યોજાઈ 

  • કાળજાના ટુકડાને ગુમાવનાર માતાનું હૈયાફાટ રૂદન 

  • આરોપીઓને કડક સજાની કરાઈ માંગ

  • ધારાસભ્ય સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત 

Advertisment

વડોદરામાં પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના જુવાનજોધ દીકરાની સયાજી હોસ્પિટલમાં છડેચોક હત્યા કરી નાખવામાં આવી હતી.પરિવારજનો અને સ્થાનિક લોકોના આક્રંદ સાથે અંતિમ યાત્રા નીકળી હતી.અને આરોપીને કડક સજાની માંગ કરવામાં આવી હતી.

વડોદરા સયાજી હોસ્પિટલમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમારને આરોપી બાબરખાન પઠાણે તીક્ષણ હથિયાર વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.જે ઘટનાએ ભારે ચકચાર જાગાવી છે.નિર્દોષ તપનની હત્યા થયાના ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપી બાબર પઠાણ સહિતના પાંચ આરોપીઓને દબોચી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું.

પરિવાર મૃતકને ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતોપરંતુ આજે આખરે પરિવારે મૃતદેહનો સ્વીકાર કરતા તપનના મૃતદેહને સયાજી હોસ્પિટલથી ઘરે લઈ જવાયો હતો. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તેના ઘરેથી અંતિમયાત્રા નીકળી બહુચરાજી સ્મશાન ખાતે પહોંચી હતી.

અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આરોપીઓને કડક સજા થાય અને નિષ્કાળજી દાખવનાર પોલીસ સામે દાખલો બેસે તેવી કાર્યવાહી થાય તેવી માંગણી પરિવારજનોએ કરી હતી.તપનની અંતિમ યાત્રામાં ધારાસભ્ય અને વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ,અને ધારાસભ્ય યોગેશ પટેલ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહીને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

Latest Stories