Connect Gujarat
વડોદરા 

વડોદરા : ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં "સાંસદ ખેલ સ્પર્ધા"નો શુભારંભ કરાયો...

વડોદરા શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સાંસદ ખેલ સ્પર્ધા-2022નો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રારંભ કરાવ્યો હતો

X

વડોદરા રમત ગમત એસોશિએશન અને સાંસદ રંજન ભટ્ટ દ્વારા આયોજિત "સાંસદ ખેલ સ્પર્ધા-2022"ના શુભારંભ સમારોહનું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આયોજન કરાયું હતું. વડોદરા શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સાંસદ ખેલ સ્પર્ધા-2022નો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રારંભ કરાવ્યો હતો. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેઓએ ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો, અને હવે રમતગમત ક્ષેત્રે વિશ્વકક્ષાએ આગવી ઓળખ પ્રાપ્ત કરે તેવા શુભ આશયથી દેશના યુવાનોને તૈયાર કરવામાં આવી રહ્યા છે..

વડોદરાના સાંસદ રંજન ભટ્ટે દ્વારા સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજનમાં વડોદરા શહેર તથા જિલ્લાના 15 હજાર જેટલા ખેલાડીઓ ભાગ લીધો હતો. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતના ઔદ્યોગિક એકમોમાં સર્જાતી કોઈપણ પ્રકારની દુર્ઘટનાની તમામ સ્તરે તપાસ કરવામાં આવતી હોય છે, એ જ રીતે ગઈકાલે દિપક નાઇટ્રેટ કંપનીમાં થયેલા ધડાકા અંગે પણ તપાસ કરવામાં આવશે. આ પ્રસંગે ભાજપ પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, રાજ્યમંત્રી મનીષા વકિલ, રાજ્ય સરકારના દંડક પંકજ દેસાઈ, મેયર કેયુર રોકડીયા, શહેર અધ્યક્ષ ડો. વિજય શાહ તથા ધારાસભ્યો સહિત અગ્રણીઓ ઉપસ્થિતિ રહ્યા હતા

Next Story