વડોદરા: એમ.એસ.યુનિવર્સિટીમાં વિધાર્થીનીને અચાનક ચક્કર આવતા કોલેજમાં ઢળી પડી,પછી શું થયુ જુઓ

એમ એસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિધાર્થીનીને અચાનક ચક્કર આવતા કોલેજમાં ઢળી પડી હતી

New Update
વડોદરા: એમ.એસ.યુનિવર્સિટીમાં વિધાર્થીનીને અચાનક ચક્કર આવતા કોલેજમાં ઢળી પડી,પછી શું થયુ જુઓ

વડોદરાની એમ એસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિધાર્થીનીને અચાનક ચક્કર આવતા કોલેજમાં ઢળી પડી હતી ત્યારે તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી

વડોદરાની એમ.એસ.યુનિવર્સીટીની સાયન્સ ફેકલ્ટીમાં બીસીએ કોમ્પ્યુટર એપ્લિકેશન ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતી ફેઈઝા નામની વિધાર્થીની સીડી પાસે ઉભી હતી તે દરમિયાન અચાનક તબિયત લથડતા અચાનક ઢળી પડતા અફરા તાફરીનો માહોલ સર્જાયો હતો. જો કે આ બનાવને લઇ તાત્કાલિક ફેકલ્ટી દ્વારા પ્રાથમિક સારવાર બાદ 108ને કોલ કરી બોલાવવામાં આવી હતી. સાથે વાલીને જાણ કરતા વિદ્યાર્થીનીના વાલી ફેકલ્ટી પર દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીનીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં વધુ સારવાર આપવામાં આવી હતી.

Latest Stories