વડોદરા: દાંતનો ઇતિહાસ પ્રદર્શિત કરતું મ્યુઝિયમ,ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મળ્યું સ્થાન

આજ સુધી તમે જૂની વસ્તુઓનું મ્યુઝિયમ જોયું હશે અથવા ઐતિહાસિક ઘટનાઓ રજૂ કરતું સંગ્રહાલય જોયું હશે.પરંતુ દાંતનું મ્યુઝિયમ નહીં જોયું હોય.વડોદરામાં એક મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે

New Update
  • ડેન્ટિસ્ટે બનાવ્યું અનોખું દાંતનું મ્યુઝિયમ 

  • દાંતના ઇતિહાસને પ્રદર્શિત કરતું મ્યુઝિયમ

  • બાળકોને દાંત વિશે માહિતી આપવાની પણ છે વ્યવસ્થા

  • 26 દેશોના 2371 ટૂથબ્રશ સામેલ કરવામાં આવ્યા 

  • મ્યુઝિયમને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મળ્યું સ્થાન 

આજ સુધી તમે જૂની વસ્તુઓનું મ્યુઝિયમ જોયું હશે અથવા ઐતિહાસિક ઘટનાઓ રજૂ કરતું સંગ્રહાલય જોયું હશે.પરંતુ દાંતનું મ્યુઝિયમ નહીં જોયું હોય.વડોદરામાં એક મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે,જ્યાં દાંતનો ઈતિહાસ પ્રદર્શિત કરવામાં આવ્યો છે.આ મ્યુઝિયમને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે.

વડોદરાના દંત ચિકિત્સક ડો.યોગેશ ચંદારાણા અને તેમના પુત્ર ડો.પ્રણવ ચંદારાણાએ લોકોને દાંત વિશે માહિતી આપવા માટે એક મોટું મ્યુઝિયમ તૈયાર કર્યું છે.આ મ્યુઝિયમ 2016માં બનાવવામાં આવ્યું હતું. અગાઉ આ મ્યુઝિયમ ખૂબ જ નાની જગ્યામાં બનાવવામાં આવ્યું હતું,પરંતુ જેમ-જેમ જૂની વસ્તુઓ મળીતેમ આ મ્યુઝિયમ મોટું થવા લાગ્યું.મ્યુઝિયમમાં વિશ્વભરના ડેન્ટલ સ્ટેમ્પ્સટૂથબ્રશટૂથપેસ્ટમાઉથવોશજૂના ડેન્ટલ સાધનોજૂની ડેન્ટલ ચેરટૂથ પેઇન્ટિંગ્સ અને ડેન્ટલ કૉમિક્સ સહિત 18મી સદીના ઘણા હાડકાના ટૂથબ્રશ છે.અહીં બાળકોને દાંત વિશેની માહિતી આપવા માટે તેઓને ગમે તેવી રીતે માહિતી રજૂ કરવામાં આવી રહી છે. દાંતની માહિતી અંગે એક ઓરકેસ્ટ્રા પણ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ઇન્ટરેક્ટિવ વોલ બનાવાઈ છે,જેને સ્પર્શ કરીને દાંત વિશે માહિતી મેળવી શકાય છે.આ મ્યુઝિયમમાં 26 દેશોના 2371 ટૂથબ્રશ સામેલ કરવામાં આવ્યા છે,જેમાં આ મ્યુઝિયમને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.

આ મ્યુઝિયમમાં ડેન્ટલ કાર્ટૂનડેન્ટલ ફિલ્મો પણ બતાવવામાં આવી રહી છે. આ સિવાય ડેન્ટીસ્ટ્રી પર એક ઓગમેન્ટેડ રિયાલિટી શો છે જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ મ્યુઝિયમ લોકોની જાણકારી માટે જ બનાવવામાં આવ્યું છે. અહીં કોઈ ફી વસુલવામાં આવતી નથીદરેકને મફતમાં ડેન્ટલ હિસ્ટ્રી વિશે માહિતી આપવામાં આવે છે. જેમ જેમ ટેકનોલોજી વધી રહી છે તેમ તેમ લોકો પણ આધુનિક બની રહ્યા છે જે આ મ્યુઝિયમમાં બતાવવામાં આવી રહ્યું છે.

Latest Stories