વડોદરા : નર્મદા નદીના મલ્હારરાવ ઘાટ 1,008 દીવડાઓની રોશનીથી ઝળહળી ઉઠયો

નર્મદા નદીનો પ્રવાહ અખંડ રહે તેવી પ્રાર્થના સાથે માતાજીનું પુજન અર્ચન કરાય છે. એક સાથે 1,008 દીપકોની રોશનીથી મલ્હારરાવ ઘાટની શોભામાં અભિવૃધ્ધિ

New Update
વડોદરા : નર્મદા નદીના મલ્હારરાવ ઘાટ 1,008 દીવડાઓની રોશનીથી ઝળહળી ઉઠયો

પાવન સલિલા મા નર્મદાના તટે ચાણોદ ખાતે આવેલાં મલ્હાર રાવ ઘાટ ખાતે 1,008 દિવડાઓનો શણગાર કરવામાં આવ્યો હતો. નર્મદા મૈયા સદાય વહેતા રહે તેવી પ્રાર્થના સાથે દર રવિવારે મલ્હારરાવ ઘાટ ખાતે આરતી કરવામાં આવી રહી છે..

નર્મદા મૈયાના કિનારે અનેક તીર્થસ્થાનો, આશ્રમો અને દેવાલયો આવેલાં છે. વડોદરા જિલ્લાના ચાણોદ ખાતેથી પણ નર્મદા નદી પસાર થાય છે. ચાણોદ તીર્થસ્થાનનું અદકેરૂ મહત્વ છે અને અહીંનો મલ્હારરાવ ઘાટ જગવિખ્યાત છે. દક્ષિણ પ્રયાગ તરીકે જાણીતા ચાણોદમાં લોકોએ એક નવતર અભિગમ અપનાવ્યો છે. નર્મદે હર ગૃપના નેજા હેઠળ દર રવિવારે મલ્હારરાવ ઘાટ ખાતે દર રવિવારે 1,008 દીપ પ્રજવલ્લિત કરવામાં આવે છે. નર્મદા નદીનો પ્રવાહ અખંડ રહે તેવી પ્રાર્થના સાથે માતાજીનું પુજન અર્ચન કરાય છે. એક સાથે 1,008 દીપકોની રોશનીથી મલ્હારરાવ ઘાટની શોભામાં અભિવૃધ્ધિ થાય છે. આ અવસરે રંગોળી તથા પુષ્પોથી નર્મદે હર પણ લખવામાં આવે છે.

Latest Stories