વડોદરા: કરજણ ટોલ નાકા પર સ્થાનિકોને ટોલ મુદ્દે માફીની માંગ સાથે મૂળ નિવાસી એકતા મંચ દ્વારા આવેદનપત્ર પાઠવાયુ

વડોદરાના કરજણ ટોલનાકા પર સ્થાનિકોને ટોલ મુદ્દે માફીની માંગ સાથે મૂળ નિવાસી એકતા મંચ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ.

New Update

વડોદરા જિલ્લાના કરજણ નજીક આવેલા ભરથાણા ટોલ નાકા પરથી પસાર થતા કરજણ તાલુકાના સ્થાનિકો વાહન ચાલકોને વાહન વેરા મુક્તિ આપવાની માંગ સાથે કરજણ મૂળ નિવાસી એકતા મંચ દ્વારા કરજણ ટોલ નાકાના મેનેજરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ સહિત કાર્યકરોએ ટોલ નાકા પાસે એકત્ર થઇ ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. ત્યારબાદ કરજણ ટોલ નાકાના મેનેજર ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર એલ એન્ડ ટી કંપની અને ભારત સરકાર વચ્ચે કરાર થયો હતો. કરારમાં ટોલટેક્ષ વિશે જોગવાઈઓ કરી હોવાના ઉલ્લેખ કર્યો હતો.

Latest Stories