/connect-gujarat/media/post_banners/06a19b92a2c123d9f327a2b5340359cf3a5cf4adad0c2ab43dbc5a7062282a94.jpg)
વડોદરાના નવલખી ગરબા ગ્રાઉન્ડના લાઇટના પોલ પર યુવાને 22 ફૂટની ઊંચાઇએ વાયર વડે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.
વડોદરા નવલખી VNF ગરબા ગ્રાઉન્ડમાં એક યુવક લાઈટના પોલ પર લટકતો હતો. જેને પગલે લોકોએ ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. જેથી ફાયર બ્રિગેડની ટીમે યુવાનના મૃતદેહને પોલ પરથી નીચે ઉતાર્યો હતો અને રાવપુરા પોલીસને સોંપ્યો હતો. પોલીસ યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને પોલીસે યુવાનના આપઘાત અંગે વધુ તપાસ હાથ ધરી છે. નવરાત્રિના સમયે જ યુવાને આપઘાત કરી લેતા ગરબા ગ્રાઉન્ડમાં ચકચાર મચી ગઈ છે. મૃતક યુવાનની ઓળખ થઈ શકી નથી, જેથી યુવાને કયા કારણોસર આપઘાત કર્યો તે હજી બહાર આવ્યું નથી. રાવપુરા પોલીસે મૃતકની ઓળખ કરવાની દિશામાં તપાસ શરૂ કરી છે.