Connect Gujarat
વડોદરા 

વડોદરા : કરજણના ભરથાણા ટોલનાકા નજીકથી રૂ. 23 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ...

મળતી માહિતી અનુસાર, વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસનો સ્ટાફ કરજણ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો.

વડોદરા : કરજણના ભરથાણા ટોલનાકા નજીકથી રૂ. 23 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ...
X

વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર ૪૮ પર આવેલા કરજણ તાલુકાના ભરથાણા ટોલનાકા નજીકથી વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે મસમોટો દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.

મળતી માહિતી અનુસાર, વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસનો સ્ટાફ કરજણ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન ભરથાણા ટોલનાકા નજીક આવતા પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ.પટેલને બાતમી મળી હતી કે, એક બંધ બોડીની ટ્રક નંબર આરજે-૧૪-જીએફ-૩૦૪૬માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. જે ટ્રક ભરૂચથી વડોદરા તરફ જઇ રહી હતી. દારૂ ભરેલી ટ્રક ભરથાણા ટોલનાકા નજીક આવી પહોંચતા પોલીસે ટ્રકને અટકાવી સઘન તપાસ કરતા ટ્રકમાંથી ૨૩,૧૮,૪૦૦ રૂપિયાનો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપી સુભાષ ગોકુલરામ ગોદારાની ધરપકડ કરી હતી. સાથે જ ટ્રક નંબર આરજે-૧૪-જીએફ-૩૦૪૬માં વગર પાસ પરમીટે ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટી નંગ ૪૬૫ જેમાં કુલ બોટલ નંગ ૯૯૪૮ જેની કિંમત ૨૩,૧૮,૪૦૦ રૂપિયાનો જથ્થો તથા એક મોબાઇલ ફોન અને વાહન ૧૦,૦૦,૦૦૦ મળી કુલ કિંમત ૩૩,૨૩,૪૦૦ રૂપિયાનો મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો. વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર સુરેન્દ્ર જાટ તથા દારૂ મંગાવનાર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કરજણ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવ્યો હતો.

Next Story