Connect Gujarat
વડોદરા 

વડોદરા: MS યૂનિવર્સિટી મેનેજમેન્ટની બેદરકારી, પરીક્ષાની 3 મિનિટ પહેલા જ વિદ્યાર્થીઓને પેપર આપવામાં આવ્યા

વડોદરાની MS યુનિવર્સિટીની વધુ એક બેદરકારી, વિદ્યાર્થીઓને ૩ મિનિટ પહેલા જ અપાયા પ્રશ્નપત્ર

X

વડોદરાનિ MS યૂનિવર્સિટી મેનેજમેન્ટની વધુ એક બેદરકારી સામે આવી છે. પરીક્ષા શરૂ થવાના ૩ મિનિટ પહેલા જ વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર અપાતાં તેઓમાં કચવાટ જોવા મળ્યો હતો

વડોદરાની MS યૂનિવર્સિટીમાં હાલ પરીક્ષાઓનો દોર ચાલી રહ્યો છે યૂનિવર્સિટની વિવિધ ફેકલ્ટીમાં જુદા જુદા વર્ષના વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે કોરોના કાળના 2 વર્ષ દરમિયાન યૂનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા ઓનલાઈન લેવાઈ હતી અને મોટાભાગના વિદ્યાર્થીઓ ઓનલાઈન અથવા તો માસ પ્રમોશનમા પાસ કરવામાં આવ્યા હતાં ત્યારે હવે ગુજરાતની તમામ યૂનિવર્સિટી રાબેતા મુજબ શરૂ કરી દેવાઈ છે સાથે જ તમામ વિદ્યાર્થીઓ ઓફલાઈન પરીક્ષા ફરજિયાત બની છે ત્યારે એમ.એસ.યુનિવર્સિટીના ફેકલ્ટીના ઓફ સોશ્યલ વર્કમા માસ્ટર ઓફ સોશ્યલ વર્ક અને માસ્ટર ઓફ હ્યૂમન રિસોસની પરીક્ષાઓ ચાલુ છે ત્યારે આજે ફેકલ્ટી તેમજ યૂનિવર્સિટી મેનેજમેન્ટની બેદરકારી સામે આવી હતી.

વિદ્યાર્થીઓનો પરિક્ષાનો સમય 11 થી 2 વાગ્યા સુધીનો હોય છે ત્યારે 10.57 એટલે 3 મિનિટ પહેલાં જ યૂનિવર્સિટી હેડ ઓફિસથી પેપર ફેકલ્ટી ઓફ સોશ્યલ વર્ક પર આવ્યા હતાં.ખરેખર પેપર ફેકલ્ટી પર લાવવાનો સમય 10.30 હોય અને સાથે 10.45 વિદ્યાર્થીઓના હાથમાં પેપર આપવાનું રહે છે જેથી વિદ્યાર્થીઓ ૧૫ મિનિટ સુધી પેપર ની સમીક્ષા કરી શકે.

Next Story