વડોદરા : હવે, કેવી રીતે ઘટશે પ્રદૂષણ..?, મનપાની ઇ-રિક્ષાઓ જ ખાઈ રહી છે ધૂળ...!

મહાનગરપાલિકા દ્વારા 40 ઇ-રિક્ષાની કરાય હતી ખરીદી, 20 ઇ-રિક્ષાઓ કાલુપુરા સ્ટોર ખાતે ધૂળ ખાતી નજરે પડી

New Update
વડોદરા : હવે, કેવી રીતે ઘટશે પ્રદૂષણ..?, મનપાની ઇ-રિક્ષાઓ જ ખાઈ રહી છે ધૂળ...!

વડોદરા શહેરમાં પ્રદૂષણ ઘટાડવા અને ઇ-વ્હીકલને પ્રોત્સાહન આપવા માટે મહાનગરપાલિકા દ્વારા 40 ઇ-રિક્ષાઓની ખરીદી કરવામાં આવી હતી. જેમાંથી 20 જેટલી ઇ-રિક્ષાઓ કાલુપુરા સ્ટોર ખાતે ધૂળ ખાતી પડેલી નજરે પડતાં તંત્રની બેદરકારી સપાટી પર આવી છે.

વડોદરા શહેરમાં ગો ગ્રીનના કોન્સેપ્ટ હેઠળ અને પ્રદૂષણ ઘટાડવા માટે વર્ષ 2017-18માં મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે 40 ઇ-રિક્ષા ખરીદી કરવામાં આવી હતી. એક તરફ પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ વધી રહ્યા છે. તો પાલિકા દ્વારા મોટા ઉપાડે ખરીદાયેલી આ રીક્ષા માત્ર 3થી 4 વર્ષમાં ભંગાર હાલતમાં આવી ગઈ છે, માત્ર 4 વર્ષમાં જ અડધોઅડધ રિક્ષા કાલુપુરા સ્થિત પાલિકાના સ્ટોર ખાતે ધૂળ ખાતી ભંગાર હાલતમાં જોવા મળતાં તંત્ર સામે ભારે રોષ પ્રવર્ત્યો છે. આ અંગે પાલિકાના સ્થાઈ સમિતિના ચેરમેનને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, નવી ટેક્નોલોજી આવવાના કારણે આ ઇ-રિક્ષાઓનું મેન્ટેનન્સ મોંઘું પડી રહ્યું છે.

વડોદરા શહેરમાં ઇ-રિક્ષાનો ઉપયોગ પ્રદૂષણ અને ખર્ચની દૃષ્ટિએ ફાયદાકારક નીવડી શકે તેમ છે. જોકે, પાલિકાની બેદરકારીના કારણે પાલિકા 40 પૈકીની 20 જેટલી ઇ-રિક્ષાઓ ભંગાર બની છે. આમ પણ વડોદરા મહાનગરપાલિકા પાસે પુરતું ભંડોળ નથી. જેથી નાણાકીય ભંડોળને પહોચી વળવા માટે બોંડ બહાર પાડવામાં આવ્યા હતા, ત્યારે હવે પાલિકા જ આ પ્રકારે નાણાંનો વેડફાટ કરે તે કેટલા અંશે વ્યાજબી છે, હાલ 20 ઇ-રીક્ષા જાળવણીના આભવે ભંગાર છે. તો બાકીની ક્યાં ગઈ તે પણ એક સવાલ છે.

Latest Stories
    Read the Next Article

    વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

    નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

    New Update
    • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

    • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

    • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

    • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

    • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

    વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

    વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

    નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.

    Latest Stories