વડોદરા : NEET-NETની પરીક્ષામાં ગેર’રીતીને લઇને NSUIનું વિરોધ પ્રદર્શન

વડોદરાની કોમર્સ ફેકલ્ટી બહાર NSUIએ ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેને લઈ સયાજીગંજ પોલીસે 10 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી.

author-image
By Connect Gujarat Desk
New Update

NEET અને NETની પરીક્ષામાં ગેરરીતીને લઇને CBI તપાસની માંગ સાથે વડોદરાની કોમર્સ ફેકલ્ટી બહાર NSUIએ ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેને લઈ સયાજીગંજ પોલીસે 10 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી.

દેશભરમાં NEET અને NETની પરીક્ષામાં થયેલી ગેરરીતીને લઇને વિરોધ થઈ રહ્યો છેત્યારે વડોદરા શહેરની કોમર્સ મેઇન બિલ્ડિંગ ખાતે NSUIના કાર્યકરોએ એકત્ર થઈ NEET અને NETની પરીક્ષામાં થયેલી ગેરરીતીને લઇને ઉગ્ર સૂત્રોચ્ચારો કર્યા હતા. ભાજપ હાય હાય...” અને મોદી હાય હાય...ના નારા લગાવી NSUIના કાર્યકરોએ રોડ પર ચક્કાજામ કર્યો હતો. આ સાથે જ NSUIના કાર્યકરો બસ પર ચઢ્યા તો કેટલાક કાર્યકરો રોડ પર સૂઇ ગયા હતા.

જેના પગલે મેઇન રોડ પર વાહન વ્યવહાર થંભી ગયો હતો. સયાજીગંજ પોલીસે કાર્યકરોને પકડવાના પ્રયાસ શરૂ કર્યાં હતા. જોકેકાર્યકરોએ એકબીજાને પકડીને સાંકળ બનાવી દીધી હતી. જેથી પોલીસને પરસેવો પડી ગયો હતો. ભારે જહેમત બાદ પોલીસે કાર્યકરોને છૂટ્ટા પાડ્યા હતાઅને ટીંગાટોળી કરીને 10 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. આ મામલે વડોદરા NSUIના પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું હતું કે, NEET અને NETની પરીક્ષામાં ધાંધિયા થયા છેઅને પેપર લીક થયું છે. પહેલા ગુજરાત સરકાર આમાં નિષ્ફળ હતી અને હવે કેન્દ્ર સરકાર પણ આમાં નિષ્ફળ રહી છે. 30 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખોરવાયું છે. જેથી આજે અમે ચક્કાજામ કરીને NSUIની માંગ કરી છે કેફરીથી પરીક્ષા થવી જોઇએ અને જ્યાં સુધી વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી NSUI દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Latest Stories