વડોદરા: મહાનગરપાલિકાના વોર્ડ 14માં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરતા મેયર સહિતના પદાધિકારીઓ

ધારાસભ્ય તથા ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના માર્ગદર્શન હેઠળ વોર્ડ નંબર 14માં આવેલ લહેરીપુરા ખાતે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી

New Update

વડોદરામાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશ હાથ ધરાઈ

મનપાના વોર્ડ નંબર 14માં યોજાઈ સફાઈ ઝુંબેશ 

મેયર દ્વારા કરવામાં આવ્યું હતું આયોજન 

સરકારના મુખ્ય દંડક પણ રહ્યા ઉપસ્થિત

નાગરિકોને આ ઝુંબેશમાં જોડાવા કરવામાં આવ્યું આહવાન 

વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 14માં મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકાના મેયર પિન્કી સોનીના આગેવાનીમાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય તથા ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના માર્ગદર્શન હેઠળ વોર્ડ નંબર 14માં આવેલ લહેરીપુરા ખાતે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
જેમાં મોટી સંખ્યામાં સામાજિક સંસ્થાઓ, ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ સંગઠનના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી સ્વચ્છતા પખવાડિયાનો આરંભ કરવામાં આવ્યો હતો.
ત્યારે સફાઈ ઝુંબેશ કાર્યક્રમ પણ હાથ ધરવામાં આવ્યા હતા.જેને અનુલક્ષીને સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત વોર્ડ નંબર 14માં લેરીપુરા ખાતે સફાઈ ઝુંબેશ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે આ સફાઈ ઝુંબેશમાં 11,000 થી વધુ લોકો જોડાયા છે અને વડોદરાને સુંદર બનાવવાની પહેલની હાકલ શરૂ કરવામાં આવી છે.
Latest Stories