વડોદરા : પોતાની સ્વરક્ષા માટે તલવાર સ્વરૂપે વિજયાદશમી નિમિત્તે મહિલાઓને દુર્ગા શસ્ત્ર અર્પણ કરાયા...

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલ શ્રી રામ મંદિર ખાતે બહેન ભાઈને અને દીકરી પિતાને દુર્ગા શસ્ત્ર અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો......

New Update

સયાજીગંજ વિસ્તારના શ્રી રામ મંદિરે આયોજન

દુર્ગા શસ્ત્ર અર્પણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું

બહેન ભાઈનેદીકરીએ પિતાને દુર્ગા શસ્ત્ર અર્પણ કર્યું

ગૌગંગાગાયત્રી શીર્ષક હેઠળ દુર્ગા શસ્ત્ર અર્પણ

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા

 શક્તિ નમઃ સંસ્થા દ્વારા ગૌગંગાગાયત્રી શીર્ષક હેઠળ દશેરાના પાવન અવસરે વડોદરાના યુવા સાંસદ ડો. હેમાંગ જોષીની ઉપસ્થિતિમાં બહેન ભાઈને અને દીકરીએ પિતાને દુર્ગા શસ્ત્ર અર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

રાજ્યમાં માતાબહેનોમહિલાઓ સાથે બનતા અનિચ્છનીય બનાવને ધ્યાને લઈને શક્તિ નમઃ સંસ્થા દ્વારા વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલ શ્રી રામ મંદિર ખાતે બહેન ભાઈને અને દીકરી પિતાને દુર્ગા શસ્ત્ર અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. માતાબહેનોમહિલાઓ સાથે દુષ્કર્મ જેવા ગંભીર બનાવોને અટકાવવા તેમજ મહિલાઓને સશક્ત બનાવવા હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા બહેનો વિશેષ ઉપસ્થિત રહી હતી. પોતાની સ્વરક્ષા માટે તલવાર સ્વરૂપે દુર્ગા શસ્ત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. માતા બહેનોની સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ છેજ્યારે પોલીસ પ્રશાસન દ્વારા પણ ઉત્તમ સુરક્ષા પૂરી પાડવામાં આવે છે.

પણ મહિલા બહેનો સાથે કોઈ અનિચ્છનીય બનાવો બને ત્યારે સેલ્ફ ડિફેન્સના ભાગરૂપે તેઓને શસ્ત્ર તાલીમ પણ અગત્યની સાબિત થશે. તેવામાં મહિલાઓને સશક્ત બનાવવાના હેતુ સાથે દુર્ગા શસ્ત્રનું પૂજન અર્ચન કર્યા બાદ બહેન ભાઈને અને દીકરીએ પિતાને દુર્ગા શસ્ત્ર અર્પણ કર્યા હતા.

આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય આયોજક શોભના રાવલસાંસદ ડો. હેમાંગ જોષીગાર્ગી પંડિતભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર અધ્યક્ષ ડો. વિજય શાહનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશદ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

 

Latest Stories