વડોદરા : જોખમી રીતે મુસાફરી કરતા મુસાફરો, મોતની સવારી સામે ટ્રાફિક પોલીસની રહેમ નજર...

વડોદરા શહેરના દુમાડ ચોકડીથી છાણી રોડ પર પીકઅપ વાનમાં લોકો જાણે મોતની સવારી કરી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.

New Update
વડોદરા : જોખમી રીતે મુસાફરી કરતા મુસાફરો, મોતની સવારી સામે ટ્રાફિક પોલીસની રહેમ નજર...

વડોદરા શહેરના દુમાડ ચોકડીથી છાણી રોડ પર પીકઅપ વાનમાં લોકો જાણે મોતની સવારી કરી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. તો બીજી તરફ ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊભા થયા છે.

પહેલી વાર તો તમને જોતા એવું લાગશે કે, આ દ્રશ્યો છોટાઉદેપુર કે, કવાંટના છે. પરંતુ આ દ્રશ્યો છે વડોદરા શહેરના દુમાડ ચોકડીથી છાણી રોડ પરના. જેમાં ઓવરલોડ પેસેન્જર ભરીને જતી પીકઅપ વાન અને ભારદારી વાહનો જોવા મળે છે. જોખમી રીતે મુસાફરી કરતા મુસાફરોને વાહન ઉપર બેસાડીને લઈ જતા હોય છે. જોકે આ દરમ્યાન ટ્રાફિક પોલીસ દ્વારા આવા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની હોય છે. પરંતુ અહી ટ્રાફિક પોલીસના જવાનો આવા વાહનચાલકો પાસેથી પૈસા ઉઘરાવતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.

તો બીજી તરફ દુમાડ ચોકડી બ્રિજ નજીક ટ્રાફિક પોલીસે શાકભાજીના ટેમ્પાને ઉભો રાખીને ડ્રાઈવરે માસ્ક નથી પહેર્યું અને 1 હજાર રૂપિયા દંડ થશે તેમ કહેતા ટેમ્પો ચાલકે ટ્રાફિક પોલીસ જવાન સામે આજીજી પણ કરી રહ્યો છે. ઉપરાંત એવું કહી શકાય કે, પોલીસ ખાતામાં કોઈને ડર નથી અને ખુલ્લેઆમ શહેરના છેવાડેથી હાઇવે ઉપર પસાર થતા મુસાફરી અને ભારદારી વાહનો પાસેથી બિન્દાસ પૈસા ઉઘરાવવામાં આવે છે આ ત્યાં સુધી ચાલશે એ હવે તપાસનો વિષય રહ્યો.?

Latest Stories