/connect-gujarat/media/post_banners/f83b637a43ad2fefc20417f4292511f93dce538e6aeddd2a264b2239fa00a7d5.jpg)
કરજણ તાલુકાના મેસરાડ ગામે 25 ગામ પાટીદાર સમાજ દ્વારા શ્રી સરદાર પટેલ નાઈટ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જેની ફાઇનલ ટુર્નામેન્ટ સાથે વિજેતા થયેલી ટીમની ટ્રોફી સેરેમની યોજાઈ હતી.
ભરૂચ જિલ્લાના ચાવજ ગામે રહેતા 25 ગામ પાટીદાર સમાજના પ્રમુખ શૈલેષ પટેલ દ્વારા કરજણ તાલુકા મેસરાડ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પર સરદાર પટેલ નાઈટ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરાયું હતું.આ ટુર્નામેન્ટમાં 138 ગામોમાંથી 40 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.જેમાં સરભાણ ગામની કેપી ઈલેવન અને પારખેત ગામની નિકેશ ઈલેવન વચ્ચે ફાઇનલ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ હતી.જેમાં સરભાણ ગામની કેપી ઇલેવનનો ભવ્ય વિજય થયો હતો.જ્યારે બીજી અન્ય ફાઇનલ મેચ વડદલા ઈલેવન અને ભરૂચની રાધાક્રિષ્ના ઈલેવન વચ્ચે રમાઈ હતી.જેમાં વડદલા ઈલેવનો વિજય થયો હતો. ટુર્નામેન્ટના ટ્રોફી વિતરણ સમારોહમાં સમાજના પ્રમુખ આયોજક શૈલેષ પટેલ, ઉપ પ્રમુખ કેતન પટેલ, ટ્રસ્ટી અમિત પટેલ, કન્વીનર ભાવેશ પટેલ,સહ કન્વીનર પ્રવદીસ પટેલ,ગ્રાઉન્ડના માલિક વાજીદ જમાદાર અને મુબારક પટેલના હસ્તે વિજેતા અને રનર્સઅપને ટ્રોફી આપીને સન્માનિત કરાયા હતા.