/connect-gujarat/media/post_banners/6ad3c9bf3ea84f7d2fe085d519e74941fa5a5cfae271aa4febc10f05e1dd8443.jpg)
વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં લોકોએ પોતાના મકાન તેમજ રહેણાંકમાં વિવિધ પ્રજાતિના વન્યજીવોને કેદ રાખ્યા હોવાની વન્યજીવપ્રેમી અને સામાજિક વનીકરણ વિભાગને બાતમી મળી હતી, ત્યારે બાતમીના આધારે સ્થળ પર દરોડા પાડી ગેરકાયદેસર રીતે રખાયેલા વન્યજીવોને મુક્ત કરાવ્યા હતા.
વડોદરા શહેરના અનેક વિસ્તારમાં લોકોએ પોતાના મકાન તેમજ રહેણાંકમાં વિવિધ પ્રજાતિના વન્યજીવોને કેદ રાખ્યા હતા. જેની વન વિભાગ અને વન્યજીવપ્રેમીઓને બાતમી મળી હતી. જોકે, છેલ્લા ઘણા સમયથી શહેરના એસઆરપી ગૃપ, કિશનવાડી, ગોરવા અને આજવારોડ વિસ્તારમાંથી ગેર કાયદેસર ગોંધી રાખવામાં આવેલા 18થી વધુ પોપટ સહિત આજવારોડના એકતાનગર વિસ્તારમાંથી એક લાલ મોંઢાના માંકડાને મુક્ત કરાવ્યુ હતું. તો સાથે જ વન્યજીવોને ગેર કાયદેસર ગોંધી રાખવામાં આવેલા લોકો વિરુદ્ધ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.