Connect Gujarat
વડોદરા 

વડોદરા : પાંજરીગર મહોલ્લામાં વાહનો બાબતે ઘર્ષણ બાદ બીજી યાત્રા પર આયોજનબદ્ધ હુમલો : પોલીસ

વડોદરામાં રામજીના શોભાયાત્રા પર પથ્થરમારાના મામલે વડોદરા પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે.

X

વડોદરામાં રામનવમીએ નીકળેલી શોભાયાત્રામાં પથ્થર મારવાની ઘટના બાદ ફતેપુરા, કુંભારવાડા,યાકુતપુરા સહિતના વિસ્તારોમાં થયેલા તોફાનો મામલે પોલીસ દ્વારા મોડી સાંજે તોફાનીઓની ધરપકડની કાર્યવાહી કરાઈ હતી. પરંતુ હાલ વડોદરામાં રામજીના શોભાયાત્રા પર પથ્થરમારાના મામલે વડોદરા પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે.

અગાઉ વડોદરાના ફતેપુરાના પાંજરીગર મહોલ્લામાં બનેલ ઘટનાનો બદલો લેવા કુંભારવાડાના રામજીની શોભાયાત્રા પર પથ્થરમારો કર્યો હોવાની વાત સામે આવી છે. વડોદરા પોલીસના સૂત્રોના હવાલેથી આ માહિતી મળી છે. પોલીસે આરોપીઓને કોર્ટમાં હાજર કરી 7 દિવસના રિમાન્ડ માંગ્યા છે. તોફાનમાં ઝડપાયેલા 23 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા બાદ હિયરીંગ શરૂ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આરોપીઓના કુલ 5 દિવસના રિમાન્ડની માંગ કરાઈ હતી. નામદાર કોર્ટ દ્વારા 23 પૈકી 5 આરોપીઓના રિમાન્ડ મંજૂર કરાયા હોવાની માહિતી મળી છે.

5 આરોપી ઓના 2 તારીખ 12 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર થયા છે, જ્યારે અન્ય 18 આરોપીઓને લઈ હિયરીંગ ચાલી રહ્યું છે. જેમાં 18 આરોપીઓની જામીન સુનાવણી આવતીકાલે હાથ ધરાશે. આજે 18 આરોપીઓને જયુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા છે. તમને જણાવી દઈએ કે, રામનવમીની શોભાયાત્રામાં થયેલા પથ્થરમારાની ઘટના બાદ સીટી પોલીસે 16 પુરુષ અને 5 મહિલા આરોપી મળી 21 આરોપીઓની ધરપકડ કરી હતી.

પોલીસે ગણતરીના કલાકોમાં કેટલાક શકમંદોને દબોચી લીધા હતા. ત્યારબાદ પોલીસે ઝડપાયેલા તમામ તોફાનીઓ વિરૂદ્ધ F.I.R કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. સીટી પોલીસ સ્ટેશનમાં તોફાની તત્વો સામે ફરિયાદ તો નોંધાઈ ચૂકી છે. પોલીસે 45 આરોપીઓ સામે નામજોગ FIR દાખલ કરી છે, જેમાંથી 23 આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. 500થી વધુના ટોળાં સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં 360થી વધુ CCTV કેમેરાથી તોફાની તત્વોને પોલીસ શોધી રહી છે.

Next Story