New Update
વડોદરામાં આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન
રાજ્યમાં વધી રહેલી દુષ્કર્મની ઘટનાઓને વખોડી
જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
આપ દ્વારા ગૃહમંત્રીના પૂતળાનું કરાયું દહન
પોલીસે આપણા કાર્યકર્તાઓની કરી અટકાયત
વડોદરાની નવી કલેકટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં વધી રહેલા દુષ્કર્મની ઘટનાઓ સામે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ રોષ વ્યક્ત કર્યો હતો,અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું પૂતળા દહન કરતા પોલીસે તેઓની અટકાયત કરી હતી.
વડોદરાની નવી કલેકટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના જિલ્લા અને શહેર મહિલા પ્રમુખ જાનવી બા ગોહિલ તથા શહેર પ્રમુખ અશોક ઓઝાની આગેવાની હેઠળ આપના કાર્યકર્તાઓ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. અને જણાવ્યુ હતુ કે ગુજરાતની ભાજપ સરકાર નાગરિકોની સુરક્ષાને લઈને ખૂબ જ ગર્વોક્તિઓ અને મિથ્યા-અહંકાર કરતી સતત જોવા મળે છે અને પોતાની જાતને ભરોસાની સરકાર કહેવડાવે છે,પણ ભાજપ સરકાર મહિલાઓની સુરક્ષા બાબતે નિષ્ફળ રહી હોવાના આક્ષેપ કર્યા હતા.અને રાજ્યમાં વધી રહેલા દુષ્કર્મની ઘટનાઓને ધ્યાનમાં રાખીને રાજ્યના ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરવાની માંગ કરી હતી.અને પીડિતાઓને ન્યાય મળે અને આરોપીઓને ફાંસીની સજા કરવામાં આવે તેવી આમ આદમી પાર્ટીએ માંગ કરી હતી.આ પ્રસંગે આપના પ્રમુખ અશોક ઓઝા સહિત કાર્યકર્તાઓએ કલેકટર કચેરી યોગ સર્કલ પાસે ગૃહમંત્રી હર્ષ સંઘવીના પૂતળા દહન કરી વિરોધ કરતા અકોટા પોલીસે આપના પ્રમુખ સહિત સાત લોકોની અટકાયત કરી હતી.
Latest Stories