Connect Gujarat
વડોદરા 

વડોદરા: લીમડી હાઈવે પર થયેલી 107 કિલો ચાંદીની લુંટમાં પોલીસે 3 આરોપીની કરી ધરપકડ

એક વર્ષ પહેલાં લીમડી હાઈવે પર થયેલી 107 કિલો ચાંદીની લુંટમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે એક રિક્ષામાંથી લૂંટની 55 કિલો ચાંદી સાથેએક મહિલા સહિત ત્રણને ઝડપી પાડ્યા હતા.

X

એક વર્ષ પહેલાં લીમડી હાઈવે પર થયેલી 107 કિલો ચાંદીની લુંટમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે એક રિક્ષામાંથી લૂંટની 55 કિલો ચાંદી સાથેએક મહિલા સહિત ત્રણને ઝડપી પાડ્યા હતા.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, હરણી વારસીયા રીંગ રોડ પરની વિજયનગર કોલોની પાસેના રોડ પર ઓટોરિક્ષા ચાલક સંજય બચુભાઇ રાજપુતની રિક્ષામાં શંકાસ્પદ વસ્તુ લઈને ફરે છે. પોલીસે તપાસ કરતા પેસેંજર સીટ પાછળથી ચાંદીના દાગીના તેમજ વસ્તુઓ, ઇમિટેશન જ્વેલરીનો જથ્થો મળી આવ્યાં હતા. જે અંગેની તપાસ કરતા ચાંદી અને દાગીના સુરેન્દ્રનગરમાં થયેલી લૂંટના હોવાનુ સામે આવ્યું હતુ. ક્રાઇમ બ્રાન્ચે આ મામલે સંજય રાજપૂત તેની દીકરી તેજ ઉર્ફે આયેશા અને જમાઇ આશીફ ઉર્ફે ઇરફાન કાદરભાઇ માટલીવાલાની ધરપકડ કરી 55 કિલોથી વધુ ચાંદીના દાગીના જપ્ત કરી વધુ પૂછતાછ હાથ ધરી હતી.પોલીસ પૂછપરછ દરમિયાન અમદાવાદના સિકંદર લેંઘા અને શીવા મહાલિંગમ અન્ય એક મહિલા અને એક શખ્સ મળી કૂલ ચાર વ્યક્તિઓ વડોદરાના યાકુતપુરા સ્થિત સંજયના ઘરે આવ્યાં હતા. અને સુરેન્દ્રનગર હાઇવે પર લુંટ કરેલી ચાંદીના દાગીના વહેલી તકે વેચી નાખવા માટે આવ્યાં હોવાનુ જણાવ્યું હતુ. જેથી પોલીસે અમદાવાદના શીવો ઉર્ફે આફતાબ મહાલીંગમ મુરૂગન પીલ્લાઇ અને સીકંદર હાસમ લેંઘાની શોધખોળ હાથ ધરી છે.

Next Story