વડોદરા : ઈદ-એ-મિલાદના જુલુસમાં ઉશ્કેરણીજનક ગીત વગાડવા મામલે પોલીસે કરી 3 લોકોની ધરપકડ...

ઈદના જુલુસ દરમિયાન પસાર થતાં એક જુલુસમાં વાંધાજનક અને ઉશ્કેરણીજનક ગીત વગાડવામાં આવતા સીટી પોલીસે ગુનો દાખલ કર્યો

New Update

જુલુસમાં વાંધાજનક-ઉશ્કેરણીજનક ગીત વગાડવાનો મામલો

ફતેપુરામાંથી ઈદ-એ-મિલાદ પર્વ નિમિત્તે નિકળ્યું હતું જુલુસ

સીટી પોલીસે 3 લોકોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરાય

વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં ઈદના જુલુસ દરમિયાન પસાર થતાં એક જુલુસમાં વાંધાજનક અને ઉશ્કેરણીજનક ગીત વગાડવામાં આવતા સીટી પોલીસે ગુનો દાખલ કર્યો છે. વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલ ભાંડવાળા ભોઈ કબ્રસ્તાન પાસે રહેતા હૈદરખાન મુફ્તિયારખાન પઠાણ દ્વારા મંજૂરી લઈ એક જુલુસ મુસ્લિમ ભોઈ કબ્રસ્તાનથી નીકળી ભાડવાડા ફતેપુરા ચાર રસ્તા થઈ નાગરવાડા સૈયદવાળા રાવપુરાની અંદર અને ત્યારબાદ M.E.A.S. સ્કૂલ પાસે આવીને જુલુસ પૂરું થવાનું હતું.

આ જુલુસ અલીફનગર ત્રણ રસ્તાથી ભાંડવાડાની વચ્ચે પહોંચતા ડીજે ઓપરેટર દ્વારા સરફરાજ ઉર્ફે છોટુ કાલીયાની સૂચનાથી વાંધાજનક અને ઉશ્કેરણીજનક ગીતો અને નારા વગાડવામાં આવ્યા હતા. જે ઉશ્કેરણીજનક ગીતનો વિડીયો સોશિયલ મીડિયામાં પર વાયરલ પણ થયો હતો. જે અંગે પોલીસે ગુનો દાખલ કર્યો છે, અને જુલુસના આયોજક હૈદરખાન પઠાણ, ઉશ્કેરણીજનક નારા વગાડવાનું કહેનાર સરફરાજ ઉર્ફે કાલીયા તથા ડીજે ઓપરેટર રાહુલ ધોબીની વિરુદ્ધ ગુનો દાખલ કરી તેઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે વડોદરા શહેર પોલીસના નાયબ પોલીસ કમિશનર ઝોન-4 પન્ના મોમાયાએ કાર્યવાહી અંગે વધુ માહિતી આપી હતી.

Latest Stories