31 ડિસેમ્બરને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
પોલીસ વાહન અને આધુનિક ઉપકરણનું નિરીક્ષણ
પોલીસ કમિશ્નર દ્વારા આપવામાં આવી માહિતી
250 થી વધારે બ્રેઇથ એનેલાઇઝરનોકરાશે ઉપયોગ
NDPSના પણ સેમ્પલ લેવામાં આવશે
વડોદરામાં 31st ની ઉજવણીને લઈને પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે,વાહન ચેકીંગ સહિત નશેબાજો સામે કડક કાર્યવાહી કરવા માટેની તૈયારી પોલીસે કરી લીધી છે. જે અંગેની માહિતી આપવા માટે શહેર પોલીસ કમિશનર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.
વડોદરા શહેરમાં 31stની ઉજવણી પહેલા પોલીસ દ્વારા એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે,જે અંગેની માહિતી આપવા માટે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે,વડોદરા શહેરમાં એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત બુટલેગર અને ગેમ્બલરને ટાર્ગેટ કરીને કેસો કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.જ્યારે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ અને ઓવરલોડિંગ સહિતના જાહેરનામા ભંગના ગુનાઓ આચરનાર સામે પોલીસ દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંતSHE ટીમના વાહનો, પીસીઆર અને ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં સહિતના વાહનોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે.શહેરમાં 250 જેટલા બ્રેઇથ એનેલાઇઝર ટુલ છે, જેની મદદથી પોલીસ ચેકીંગ કરશે.તેમજNDPS ડિટેક્શન કીટના માધ્યમથી ડ્રગ્સનું સેવન કરીને નીકળતા લોકોનું સ્થળ ઉપર જ ચેકિંગ કરવામાં આવશે.
પોલીસનીSHE ટીમ યુનિફોર્મમાં અને સિવિલ ડ્રેસમાં જરૂરિયાત પ્રમાણે મહિલાઓ બાળકો અને સિનિયર સિટીઝનની સુરક્ષા માટે હાજર રહેશે. નવા વર્ષની ઉજવણી દરમિયાન ડીસીબી, પીસીબી, એસઓજી, તમામ પોલીસ સ્ટેશનની ટીમ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે સતત હાજર રહેશે. આ ઉપરાંત અવાવરૂ જગ્યાએ પ્રમાણે પોલીસની હાજરી રહેશે.