-
ફતેગંજ વિસ્તારમાં મારામારીની ઘટનાથી ચકચાર
-
મારામારીની ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા
-
મારામારી કરનાર અસામાજિક તત્વોની ધરપકડ
-
પોલીસે ઝડપાયેલા તમામ આરોપીનું કાઢ્યું સરઘસ
-
આરોપી પાસે પોલીસે જાહેરમાં માફી પણ મંગાવી
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં મારામારી કરનાર અસામાજિક તત્વોની પોલીસે ધરપકડ કરી તેઓએ પાસે જાહેરમાં માફી પણ મંગાવવામાં આવી હતી. વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાંથી મારામારીની ઘટના સામે આવી હતી. મળતી માહિતી અનુસાર, વસીમ ગેંગસ્ટરના નામે કેટલાક યુવાનોએ મારક હથિયારો વડે મારામારી કરી હતી.
આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા, ત્યારે આ મામલે સયાજીગંજ પોલીસે તમામ અસામાજિક તત્વોને પકડી પડ્યા હતા. પોલીસ દ્વારા તેઓની સારી એવી સર્વિસ પણ કરવામાં આવી હતી, અને જાહેરમાં તેઓ પાસે ઉઠક બેઠક કરાવવામાં આવી હતી. એટલું જ નહીં, આરોપીઓએ જાહેરમાં માફી પણ માંગી હતી, ત્યારે હાલ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.