/connect-gujarat/media/post_banners/6a61e1da25b0c1a6e3f84b0a23f31b4e544ec18b6c58243c4d6154548884dc71.jpg)
વડોદરા શહેરના નંદેસરી પોલીસ સ્ટેશન દ્વારા સાકરીયા પુરા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પોલીસકર્મીઓ માટે બે દિવસીય સ્પોટ યુથ ક્લબ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વડોદરાના નંદેશરી પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્પોટ યુથ ક્લબની રચના કરવામાં આવી છે. તેના અનુસંધાને નંદેસરી પોલીસ સ્ટેશન દ્વારા વિસ્તારના અલગ અલગ ગામોની ટીમો તથા પોલીસની ટીમો બનાવી ક્રિકેટ ટુર્નમેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આજથી 2 દિવસ માટે સાકરીયાપુરા ખાતે આયોજિત ક્રિકેટ ટુર્નમેન્ટમાં મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ટુર્નામેન્ટમાં 16 ટીમો વચ્ચે 15 જેટલી મેચો રમાશે. આજના શુભારંભ પ્રસંગે પોલીસ કમિશનર ડૉ. સમશેરસિંગ, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર કિરણ મોરે સાકરીયાપુરા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.