/connect-gujarat/media/post_banners/be3c80ed897b897cfc3693373f5dff2950158b976f3e67add425123db12df11c.jpg)
વડોદરા શહેર તથા જીલ્લામાં આગામી નવરાત્રી મહોત્સવ દરમ્યાન આપાતકાલિન સ્થિતિને પહોંચી વળવા પોલીસે ખાસ એક્શન પ્લાન ઘડ્યો છે. વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત માહિતી આપી હતી.
વડોદરા શહેરના ગરબા સમગ્ર વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે. જોકે, નવરાત્રીમાં કોઈ અનિઈચ્છનીય ઘટના ન બને અને શહેરીજનો ગરબાનો આનંદ માણી શકે તે માટે પોલીસે ખાસ એક્શન પ્લાન ઘડ્યો છે. આ વર્ષે નવરાત્રીમાં લોકોના સ્વાસ્થ્ય પર વિશેષ ભાર અપાયો છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યુ હતું કે, લોકોને ગરબામાં તકલીફ ન પડે અને વ્યવસ્થા સુચારુ ચાલી શકે તે માટે એક્શન પ્લાન ઘડ્યો છે. જેમાં ટ્રાફિકથી લઈ ખૈલયાના સ્વાસ્થ્ય સુધીના પાસા આવરી લેવામાં આવ્યા છે. હાર્ટ એટેકના કિસ્સા વધ્યા છે, ત્યારે ગરબા આયોજકોના સ્વયંસેવકોને CPRની ટ્રેનિંગ અપાશે. આ સાથે જ 27 મોટા કોમર્શિયલ ગરબામાં એમ્બ્યુલન્સ, ફાયરની ગાડી માટે ટ્રાફિક કોરિડોર બનાવાશે, જેથી આપાતકાલિન સ્થિતિને પહોંચી વળાય. ઈમર્જન્સીમાં કોઈ પણ ખૈલયાઓને મેદાનમાંથી બહાર નીકળવાનું થાય તો તેને માટે ઈમર્જન્સી ગેટ બનાવાશે. ગરબામાં વિરામમાં દરેક ઈમર્જન્સીને લગતી સુવિધાનું એનાઉન્સમેન્ટ કરાશે. ગરબામાં મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં પોલીસની શી ટીમ ટ્રેડિશનલ ડ્રેસ સાથે મેદાનમાં હાજર રહેશે. ઉપરાંત મેદાનમાં અવાવરુ જગ્યાએ આસ્કા તથા બ્લિન્કિંગ લાઇટ દ્વારા પોલીસ ચેકિંગ કરશે. દરેક મોટા ગરબા મેદાનમાં મહિલાઓની સુરક્ષા પર ખાસ ધ્યાન અપાયું છે. જેને પગલે મેદાનમાં શી ટીમનો સ્ટોલ લગાવાશે. જેથી કોઈ મહિલાને જરૂર હોય તો મદદ માટે જઈ શકે. નવરાત્રી દરમ્યાન 7 ડીસીપી, 15 એસીપી, 50 પીઆઈ, 80 પીએસઆઈ સાથે 400 ટ્રાફિક પોલીસ જવાનો હાજર રહેશે. રાત્રે ટ્રાફિક જામ ન થાય તે માટે ટીઆરબીના 800 જવાન હાજર રહેશે. SRPની 5 કંપની પણ તૈનાત રાખવા વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યુ હતું.
/connect-gujarat/media/media_files/2025/08/11/10-1-2025-08-11-16-14-13.jpg)