Connect Gujarat
વડોદરા 

વડોદરા:રાજ્યમંત્રી મનીષા વકીલ "ગુમ" થયા હોવાના લાગ્યા પોસ્ટર,જુઓ સ્થાનિકોએ શું કર્યા આક્ષેપ

વડોદરા શહેરના આજવા રોડ પર આવેલ ખોડિયારનગર વિસ્તારમાં રાજ્યમંત્રી મનીષા વકીલ ગુમ થયા હોવાના પોસ્ટર લાગ્યા છે.

X

વડોદરા શહેરના આજવા રોડ પર આવેલ ખોડિયારનગર વિસ્તારમાં રાજ્યમંત્રી મનીષા વકીલ ગુમ થયા હોવાના પોસ્ટર લાગ્યા છે. ચૂંટણી જીતીને પદ પર આવ્યા બાદ રાજ્યમંત્રી એકપણ વખત વિસ્તારની મુલાકાત ન લેતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.

ચૂંટણી પૂર્ણ થયા બાદ નેતાઓ ગુમ થઈ જતા હોય છે. ચૂંટણી સમયે લોકો સામે હાથ જોડીને મત માંગનારા નેતાઓ ચૂંટણી બાદ પ્રજાને ભૂલી જતાં હોય છે. આવું જ કઈ બન્યું છે વડોદરામાંવડોદરાના સ્થાનિકોના આક્ષેપ અનુસાર આ વિસ્તારના ધારાસભ્ય મનીષા વકીલ જ્યારથી ચૂંટણી જીતીને પદ પર આવ્યા છે, ત્યારથી લઈને આજદિન સુધી અહીના વિસ્તારમાં એકપણ વખત આંટો માર્યો નથી. સાથે જ વિસ્તારના કોઈ દિવસ પ્રશ્નો સાંભળ્યા નથી.આથી જ આ વિસ્તારના રહીશોએ મંત્રી મનીષા વકીલ ગુમ થયા હોવાના પોસ્ટર લગાવી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. આ પોસ્ટર ખોડિયાર નગરમાં લગાવવામાં આવ્યા છે. અહીના સ્થાનિકોના આક્ષેપ છે કે ચૂંટણી સમયે તેઓ દ્વારા જ્કે વચન આપવામાં આવ્યા હતા એ પૂર્ણ કરવામાં આવ્યા નથી.

Next Story