Connect Gujarat
વડોદરા 

વડોદરા : ઢગલાબંધ પડકાર છતાં માટીના કોડીયા બનાવતો પ્રજાપતિ પરિવાર..

વડોદરા શહેર તથા જિલ્લામાં માટીના દેશી કોડીયા બનાવવાનું કામ કરતાં કેટલાય પરિવારો આજે પણ અડીખમ છે

X

દિવાળી ઉત્સવ દરમ્યાન ચાઈનીઝ દિવડાની બોલબાલા વચ્ચે વડોદરા શહેર તથા જિલ્લામાં માટીના દેશી કોડીયા બનાવવાનું કામ કરતાં કેટલાય પરિવારો આજે પણ અડીખમ છે, ત્યારે ઢગલાબંધ પડકાર છતાં માટીના કોડીયા બનાવવાનું કામ યથાવત રાખી લોકો હવે દેશી દિવડાની ખરીદી કરે તેવી કુંભાર પરિવારો દ્વારા અપીલ કરવામાં આવી છે.

આજના કહેવાતા વિકાસ, ભૌતિકવાદ વચ્ચે પરંપરાગત કળા કારીગરોને અનેક સમસ્યાઓ નડી રહી છે. છેલ્લા 2 વર્ષથી કોરોના સમય દરેક ક્ષેત્રના કારીગરોને આર્થિક સંકટથી ઝઝૂમવું પડ્યું છે. આર્થિક પરિસ્થિતિ હજુ પાટે આવી નથી, ત્યારે દિવાળી ઉત્સવ દરમ્યાન રેડીમેઇડ દીવડા અને ચાઈનીઝ દિવડાની બોલબાલા વચ્ચે શહેર અને ગામમાં માટીના કોડીયા બનાવવાનું કામ કરતાં કેટલાય પરિવારો આજે પણ અડીખમ છે. આ પરિવારો પોતાના વ્યવસાય સાથે હિન્દુ ધર્મની પરંપરા જીવંત રાખવા માટે માટીના કોડીયા બનાવવાની કામગીરી કરી રહ્યા છે, ત્યારે હવે લોકો ચાઈનીઝ દિવડા સામે ટક્કર ઝીલી રહેલા માટીકામના કારીગરોની પડખે રહી તેમની પાસેથી દીવડાની ખરીદી કરે તેવી અપીલ કરવામાં આવી છે.દિવાળી ઉત્સવ દરમ્યાન ચાઈનીઝ દિવડાની બોલબાલા વચ્ચે વડોદરા શહેર તથા જિલ્લામાં માટીના દેશી કોડીયા બનાવવાનું કામ કરતાં કેટલાય પરિવારો આજે પણ અડીખમ છે,

Next Story