New Update
/connect-gujarat/media/post_banners/a62b588e1044b4b9ab9648fc3109425e00fd08a50d49d3119953c158268edb5d.jpg)
ચંદ્રયાન-3ની સફળતા માટે વડોદરાની ઊર્મિ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે પ્રાર્થના કરવામાં આવી હતી જેમાં શાળા પરિવાર પણ જોડાયો હતો
ઈસરોનું ચંદ્રયાન 3 ચંદ્રની નજીક પહોંચી ગયું છે.આવતી કાલે એટલે 23 ઓગસ્ટે ભારત ઇતિહાસ રચવાની તૈયારીમાં છે. વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર સફળતાથી પહોંચે તે હેતુથી વડોદરાના બી.આર.જી ગ્રુપ સંચાલિત ઊર્મિ સ્કૂલ ખાતે 100થી વધુ વિદ્યાર્થીઓએ પ્રાર્થના કરી હતી. વિદ્યાર્થીઓ ઈસરોની ચંદ્રયાન 3ની મહેનતને સમજે અને ભારતના આ ઐતિહાસિક પ્રયાસ વિષે જ્ઞાન પ્રાપ્ત કરે તે હેતુથી ઊર્મિ સ્કૂલ ખાતે આ આયોજન કરવામાં આવ્યુ હતુ.