વડોદરા : નવી પેન્શન નીતિના વિરોધમાં વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ દ્વારા ધરણાં પ્રદર્શન યોજાયા...

વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘના પ્રમુખ શરીફખાન પઠાણની આગેવાની હેઠળ વડોદરા ખાતે ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

New Update
વડોદરા : નવી પેન્શન નીતિના વિરોધમાં વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ દ્વારા ધરણાં પ્રદર્શન યોજાયા...
Advertisment

નવી પેન્શન નીતિના વિરોધમાં વડોદરા ખાતે વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ દ્વારા ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

Advertisment

વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘના પ્રમુખ શરીફખાન પઠાણની આગેવાની હેઠળ વડોદરા ખાતે ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શરીફખાન પઠાણે જણાવ્યુ હતું કે, નવી પેન્શન નીતિને હટાવી જૂની પેન્શન નીતિને સરકારે લાગુ કરવી જોઈએ. કારણ કે, જૂની પેન્શન નીતિમાં જે કર્મચારીઓને લાભ મળતા હતા, તે નવી પેન્શન નીતિમાં નથી મળી રહ્યા. આ બાબતને લઈને અનેકવાર રેલ્વે યુનિયન દ્વારા રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં સરકાર દ્વારા તેમની રજૂઆતને લઈને યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી. જેથી દેશભરમાં રેલ્વે કર્મચારીઓએ ધરણાં પ્રદર્શન યોજી વિરોધ દર્શાવ્યો હતો. અને જો આગામી સમયમાં માંગણી નહીં સંતોષવામાં આવે તો દિલ્હી ખાતે ભૂખ હડતાળ કરવાની વેસ્ટર્ન રેલવે યુનિયન સંઘ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Latest Stories