Connect Gujarat
વડોદરા 

વડોદરા: જેટકો ભરતી રદ મામલે ઉમેદવારોનું મોટીસંખ્યામાં વિરોધ પ્રદર્શન,વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ જોડાયા

વિદ્યુત સહાયકોની પરીક્ષા રદ થતાં આજે વડોદરા ખાતે 1,200 જેટલા વિદ્યાર્થીઓએ કચેરી ખાતે હલ્લો બોલાવ્યો હતો અને વિરોધ પ્રદર્શન કર્યું હતુ.

X

વિદ્યુત સહાયકોની પરીક્ષા રદ થતાં આજે વડોદરા ખાતે 1,200 જેટલા વિદ્યાર્થીઓએ કચેરી ખાતે હલ્લો બોલાવ્યો હતો અને વિરોધ પ્રદર્શન કર્યું હતુ.

વિદ્યુત સહાયકોની પરીક્ષા રદ થતાં આજે વડોદરા ખાતે 1,200 જેટલા વિદ્યાર્થીઓએ કચેરી ખાતે હલ્લો બોલાવ્યો હતો. વિદ્યાર્થીઓએ પરીક્ષા આપ્યા બાદ તેઓ પાસ પણ થયા હતા જો કે ત્યાર બાદ આ પરીક્ષા રદ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ અટવાઈ પડ્યા હતા ત્યારે આજે વડોદરાના 1200 થી વધુ વિદ્યાર્થીઓ યુવરાજસિંહની આગેવાનીમાં જેટકોની ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. રાજકોટ ભરૂચ મહેસાણા ઝોનના ઉમેદવારોનો વડોદરા જેટકો કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓએ કચેરીના ગેટ બહાર ધરણા પર બેસી કર્યા દેખાવો કર્યા હતા. આ પરીક્ષા 9-9-2023ના રોજ લેવાઈ હતી. જેમાં ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટમાં 5400 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ઉત્તીર્ણ થયેલા 1224 ઉમેદવારોના મેડિકલ થયા અને નિમણુંક પત્રો રોકી રાખ્યા હતા અને ત્યાર બાદ 19 મી તારીખે અચાનક જેટકોની વેબસાઈટ પરથી મેરીટ લીસ્ટ અને પરિણામ ડીલીટ કરી ભરતી રદ કરવાની આપી નોટિસ મૂકવામાં આવી હતી. જો 48 કલાકમાં ન્યાય નહીં મળે તો ઉમેદવારો અનિચ્છનીય પગલું ભરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. ન્યાય માટે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં આંદોલન અને જરૂર પડ્યે વિધાનસભાનો ઘેરાવો પણ કરવામાં આવશે તેમ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે જણાવ્યું હતું

Next Story