Connect Gujarat
વડોદરા 

વડોદરા : રાજુ ભટ્ટને નિસર્ગ કોમ્પલેકસના ફલેટમાં લઇ જવાયો, આ ફલેટમાં કરતો હતો રંગરેલિયા

X

વડોદરાના હાઇપ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં આરોપી અને પાવાગઢ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી રાજુ ભટ્ટને તપાસ માટે દિવાળીપુરાના નિસર્ગ એપાર્ટમેન્ટમાં લઇ જવાયો હતો. એપાર્ટમેન્ટના ફલેટ નંબર ડી-903માં રાજુ ભટ્ટે પીડીતા સાથે બે વખત સંભોગ કર્યો હતો.

વડોદરાના જાણીતા સીએ અને જૈન સમાજના અગ્રણી અશોક જૈન તથા પાવાગઢ ટ્રસ્ટના ટ્રસ્ટી રાજુ ભટ્ટ સામે 24 વર્ષીય યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં રાજુ ભટ્ટને જુનાગઢના કાળવા ચોકમાંથી દબોચી લેવાયો હતો જયારે અશોક જૈન હજી પોલીસને ચકમો આપી રહયો છે. આરોપી રાજુ ભટ્ટ હાલ પોલીસ રીમાન્ડ પર છે ત્યારે તેને દિવાળીપુરા વિસ્તારમાં નિર્સગ કોમ્પલેક્ષના ફ્લેટ નંબર ડી- 903માં લઇ જવાયો હતો. દુષ્કર્મની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. ગુરૂવારે આરોપી રાજુ ભટ્ટને કોર્ટમાં સમક્ષ રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં.3 દિવસના રિમાન્ડ દરમિયાન આજે દુષ્કર્મ કેસના આરોપી રાજુ ભટ્ટને દિવાળીપુરા ખાતે આવેલા નિર્સગ કોમ્પલેક્ષના ફ્લેટ નં- D 903 ખાતે લઇ જવામાં આવ્યો છે. આ એજ ફલેટ છે કે જયાં રાજુ ભટ્ટે ફરિયાદી પીડીતા સાથે બે વખત સંભોગ કર્યો હતો. આ ફલેટમાં સ્પાય કેમેરા કોણે લગાવ્યાં તેની તપાસ ચાલી રહી છે. રાજુ ભટ્ટે ફરિયાદી યુવતી સાથે સંભોગની સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યું હોવાનું બહાર આવતાં ફરિયાદમાં વધુ કલમો ઉમેરવામાં આવી છે. બીજી તરફ અન્ય આરોપી અશોક જૈન હજી પોલીસ પકડથી દુર હોવાથી અનેક સવાલો ઉભા થઇ રહયાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી રાજુ ભટ્ટે ચાર વખત ફરિયાદી યુવતી સાથે શારીરીક સંબંધો બાંધ્યાં છે.

Next Story