Connect Gujarat
વડોદરા 

વડોદરા : PM મોદીના કાંડે બંધાશે ભાજપ મહિલા મોરચાની બહેનોએ બનાવેલી રાખડી, જુઓ કેવું કરાયું આયોજન..!

જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા આગામી રક્ષાબંધન પર્વ નિમિત્તે વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે

X

વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા આગામી રક્ષાબંધન પર્વ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખાસ રાખડી મોકલવાનું આયોજન કરવામાં આવ્યું છે.

વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા આગામી રક્ષાબંધન પર્વ નિમિત્તે વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે વડોદરા ભાજપ મહિલા મોરચા દ્વારા મહામૃત્યુંજય મંત્ર સાથે અનોખી રાખડી બનાવવામાં આવી રહી છે. મહિલા મોરચાની બહેનો દ્વારા રંગબેરંગી વિવિધ પ્રકારની અવનવી ડિઝાઇન સાથે રાખડી તૈયાર કરવામાં આવી છે. આ રાખડી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રક્ષાબંધન નિમિત્તે મોકલવામાં આવશે. વડાપ્રધાન બહેનોની આટલી ચિંતા કરી રહ્યા છે, ત્યારે તેઓના દિર્ધાયું માટે મહિલાઓ દ્વારા પ્રભુ પાસે પ્રાર્થના કરવામાં આવી રહી છે. મહામૃત્યુંજય મંત્ર સાથે વિવિધ રાખડીઓ બનાવવામાં આવી રહી છે. જે આગામી વર્ષોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશ માટે વધુ સેવાકાર્ય કરવા માટેની શક્તિ આપશે, તેમ આ મહિલાઓનું માનવું છે.

Next Story