વડોદરા: આજવા સરોવર માંથી પુનઃ પાણી છોડવામાં આવતા શહેરવાસીઓની ચિંતામાં વધારો

વડોદરામાં પૂરની પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડી રહી છે,ત્યારે આજવા સરોવર માંથી ફરીથી પાણી છોડવામાં આવી રહ્યું છે,જેના કારણે શહેરીજનોની ચિંતામાં વધારો થયો છે,

New Update

વડોદરામાં પૂરની પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડી રહી છે,ત્યારે આજવા સરોવર માંથી ફરીથી પાણી છોડવામાં આવી રહ્યું છે,જેના કારણે શહેરીજનોની ચિંતામાં વધારો થયો છે,જોકે વહીવટી તંત્રે લોકોને ચિંતા મુક્ત રહેવા માટે જણાવ્યું છે.

વડોદરા શહેર જળતળબોર બન્યા બાદ હવે પુનઃ જનજીવન ધબકતું થયું છે,અને પૂરગ્રસ્ત લોકો ફરીથી પોતાની રાબેતા મુજબ જિંદગીમાં જોતરાય રહ્યા છે,પરંતુ હજી પૂરથી સર્જાયેલી તારાજીને સતત સ્મરણ કરીને અજાણ્યા ભયનો અહેસાસ લોકો કરી રહ્યા છે.માંડમાંડ પૂરપ્રકોપ માંથી ઉભા થયેલા શહેરીજનો માટે ફરીથી એક ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે,જેમાં આજવા સરોવરની જળસપાટી વધવાને કારણે પાણી છોડવામાં આવી રહ્યું છે.આ અંગે જાણવા મળ્યા મુજબ આજવા સરોવરની જળસપાટી 213.65 ફૂટે પહોંચી હતી,આજવા સરોવરના 62 દરવાજા ખોલવામાં આવ્યા છે,અને પાણી છોડવામાં આવી રહ્યું છે, વિશ્વામિત્રી નદીની જળસપાટી 12.65 ફૂટ નોંધાઈ હતી,જ્યારે આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં બે કે ત્રણ ફૂટનો વધારો નોંધાઈ શકે છે,જોકે આ સપાટી ભયજનક સપાટી કરતા પાણીનું લેવલ નીચે રહેશે તેથી શહેરીજનોએ ચિંતા મુક્ત રહેવા માટે વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
Latest Stories