/connect-gujarat/media/post_banners/6cfc9eeaeaab49be17c533e4b0a54d688479e106c32c54a4e104cf7b03cca7e9.jpg)
વડોદરા શહેરના લક્ષ્મીપુર પોલીસ સ્ટેશનની હદમાં બેફામ ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઇક સવાર 2 યુવાનો પૈકી એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસની કામગીરી સામે વધુ એક વખત સવાલો ઉભા કરતી ઘટના બની છે. ટ્રાફિક વિભાગ માત્ર જાહેરનામું બહાર પાડી સંતોષ માની લેતું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, શહેર ટ્રાફિક વિભાગના જાહેરનામાને માથાભારે ડમ્પર ચાલકો ઘોળીને પી ગયા છે. મળતી માહિતી અનુસાર, લક્ષ્મીપુર પોલીસ મથકની હદમાં આવતા સ્વામી વિવેકાનંદ હાઇટ્સ પાસેથી એક ડમ્પર ચાલક નો એન્ટ્રીના સમય ડમ્પરને લઈને શહેરમાં પ્રવેશ કર્યો હતો. રસ્તા પરથી બેફામ પસાર થઈ રહેલા ડમ્પર ચાલકે બાઇક પર સવાર 2 યુવાનોને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર 2 યુવાનો પૈકી એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવાનને ગંભીર ઇજાના પગલે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવના પગલે ઘટના સ્થળે સ્થનિકોના ટોળેટોળા સહિત પોલીસ કાફલો એકત્ર થયો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી ડમ્પર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.