Connect Gujarat
વડોદરા 

વડોદરા : ડભોઇના રાજલી ગામ તળાવમાંથી એક જ સપ્તાહમાં સતત ત્રીજા મગરનું રેસ્ક્યુ…

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના રાજલી ગામેથી એક જ સપ્તાહ સતત ત્રીજો મગર વનવિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો છે.

X

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના રાજલી ગામેથી એક જ સપ્તાહ સતત ત્રીજો મગર વનવિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો છે. વહેલી સવારે તળાવ કિનારે મુકેલા પાંજરામાં મગર પુરાયો હોવાની જાણ થતાં જ વનવિભાગ અને ડભોઇ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ ટ્રસ્ટના યુવાનો સ્થળ પર પહોચ્યા હતા.

ડભોઇના રાજલી ગામેથી એક જ સપ્તાહમાં સતત ત્રીજો મગર ડભોઇ વનવિભાગે રેસ્ક્યુ કર્યો છે. ડભોઇના રાજલી ગામે તળાવમાં ઘણા બધા મગરો હોવાની જાણ ડભોઇ વનવિભાગને કરવામાં આવી હતી, ત્યારે વનવિભાગના આર.એફ.ઓ કલ્યાણી ચૌધરી દ્વારા તળાવ કિનારે પાંજરા મૂકી મગર રેસ્ક્યુ કરવા કામગીરી હાથ ધરી હતી. જોકે, છેલ્લા એક સપ્તાહ પૂર્વે વનવિભાગ દ્વારા 7.5 ફૂટ અને 11 ફૂટના મગરનું રેસ્ક્યુ કરાયું હતું, જ્યારે ત્રીજી વાર ફોરેસ્ટર હંસા રાઠવા અને ડભોઇ ફ્રેન્ટ્સ ઓફ એનિમલ્સ ટ્રસ્ટના વિપુલ વસાવા, ભાર્ગવ ભટ્ટ, આકાશ વસાવા, નીરવ રાવલ, ધવલ પરમાર દ્વારા આર.એફ.ઓ કલ્યાણી ચૌધરીના માર્ગદર્શન હેઠળ વધુ એક 7 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ મગરને રહેણાંક વિસ્તારથી દૂર સહી સલામત રીતે છોડી મુકવા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે અન્ય મગરનું પણ રેસ્કયુ કરવા માટે તળાવ કિનારે પાંજરા મુકવામાં આવ્યા છે.

Next Story