વડોદરા : જાહેર બાંધકામોની ગુણવત્તાના અનુસરણ માટે GERI દ્વારા સંસોધન, 6.14 લાખ નમૂના ચકાસી બહેતર ગુણવત્તા સુનિશ્ચિત કરી

જાહેર બાંધકામોની ગુણવત્તા જળવાય અને નિયત માપદંડોનું અનુસરણ થાય તે માટે વડોદરા સ્થિત ગુજરાત એન્જિનિયરીંગ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા સંસોધન કાર્ય કરવામાં આવી રહ્યું છે.

New Update
  • રાજ્યમાં રોડબ્રિજકેનાલડેમ જેવા સેંકડો જાહેર બાંધકામ

  • જાહેર બાંધકામોની ગુણવત્તા જળવાય તે બન્યું છે અનિવાર્ય

  • ગુણવત્તા અને નિયત માપદંડોનું અનુસરણ પર જરૂરી બન્યું

  • ગુજરાત એન્જિનિયરીંગ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા સંસોધન કાર્ય

  • 6.14 લાખ નમૂનાઓ ચકાસી બહેતર ગુણવત્તા સુનિશ્ચિત કરી

ગુજરાત રાજ્યમાં રોડ-રસ્તાબ્રિજકેનાલડેમ જેવા સેંકડો જાહેર બાંધકામ થાય છે. આ જાહેર બાંધકામોની ગુણવત્તા જળવાય અને નિયત માપદંડોનું અનુસરણ થાય તે માટે વડોદરા સ્થિત ગુજરાત એન્જિનિયરીંગ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા સંસોધન કાર્ય કરવામાં આવી રહ્યું છે.

રાજ્યમાં જાહેર બાંધકામોમાં ગુણવત્તા-જાળવણી એ મોટો પડકાર છે. આ પડકાર ઝીલે છે વડોદરા સ્થિત ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ કે જેગેરી (GERI)ના ટૂંકા નામે ઓળખાતી આ સંસ્થા જાહેર બાંધકામોના પરિક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. ગુજરાતમાં માળખાગત સુવિધાઓ એટલે કેપબ્લીક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂતી બક્ષવાનું કામ આ સંસ્થા કરે છે. ગેરી (GERI)ના કારણે રાજ્યમાં સાર્વજનિક અને ખાનગી એમ બંને પ્રકારની નિર્માણ પરિયોજનાઓમાં ચોક્કસ માપદંડ જાળવવાનું આસાન બને છે.

જોકેછેલ્લા 4 વર્ષમાં આ સંસ્થાએ 6 લાખ 14 હજાર જેટલા નમૂનાઓની ચકાસણી કરી બહેતર ગુણવત્તા સુનિશ્ચિત કર્યા છે. એટલું જ નહીંતેના કારણે રાજ્ય સરકારને રૂ. 184 કરોડની આવક પણ થઈ છે. ગેરીની આધુનિક પ્રયોગ શાળાઓમાં ગોત્રીની પ્રયોગ શાળાનો પણ સમાવેશ થાય છે.

અહિં અનેક પ્રકારના પરિક્ષણ માટેની સુવિધાઓ ઉપ્લબ્ધ છે. રસપ્રદ બાબત એ છે કેરાજ્યમાં નિર્માણ પામતા ડેમ સંદર્ભે પ્રથમ ગેરી પરિસરમાં સેમ્પલ મોડલ તૈયાર થાય છે. સાઈટ પર ડેમનું નિર્માણ કરવામાં આવે તે પહેલા અનેક પ્રકારના પરિક્ષણ અહીં થાય છે.

ગુજરાતમાં માળખાગત સુવિધાઓના વિકાસના પગલે ગેરીનું મહત્વ વધી રહ્યું છે. આ સંસ્થામાં વર્ષ 2021-22માં 1 લાખ નમૂનાઓ તપાસવામાં આવ્યા છે. જેના પગલે સંસ્થાને 30 કરોડ રૂપિયાની આવક પણ થઈ છે. ગેરીમાં છેલ્લા 3 વર્ષમાં વ્યાપક સંખ્યામાં નમૂનાઓનું પરિક્ષણ કરવામાં આવ્યું છે. જેમાં માટી પરીક્ષણકોંક્રિટ ડિઝાઈન અને ડામરનો સમાવેશ થાય છે.

જાન્યુઆરી2024-25માં પરિક્ષણ માટેના નમૂનાઓનો આંક 1 લાખ 90 હજારે પહોંચ્યો છે. જેથી આવકનો આંક પણ રૂ. 57 કરોડે પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કેગુજરાતમાં પબ્લીક ઈન્ફ્રાસ્ટ્રકચર વિકસી રહ્યું છેત્યારે આ ઈન્સ્ટીટ્યૂટની ભૂમિકા વધુ મહત્વની બની છે.

Read the Next Article

વડોદરા : પાદરા નજીક ગંભીરા બ્રિજ તૂટી પડતાં વાહન સમેત લોકો નદીમાં પડ્યા, 9 વ્યક્તિના મોતની શક્યતા..!

વડોદરા જિલ્લાના પાદરા નજીક આણંદ-વડોદરાને જોડતો ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ તૂટી પડતાં વાહન સમેત કેટલાક લોકો નદીમાં પડ્યા હતા.

New Update
  • આણંદ-વડોદરાને જોડતા ગંભીરા બ્રિજ પર દુર્ઘટના

  • ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ અચાનક તૂટી પડ્યો

  • બ્રિજ તૂટી પડતાં વાહન સમેત લોકો નદીમાં પડ્યા

  • દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતા

  • અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

વડોદરા જિલ્લાના પાદરા નજીક આણંદ-વડોદરાને જોડતો ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ તૂટી પડતાં વાહન સમેત કેટલાક લોકો નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છેજ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો વડોદરા જિલ્લાના પાદરા નજીક મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી 2 ટ્રકએક બોલેરો જીપ સહિત 4 વાહનો 2 કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા. છેલ્લા ઘણા વર્ષથી જર્જરિત ગંભીરા બ્રિજ તૂટ્યો હોવાની જાણ થતા જ મુજપુર ગામના લોકો બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતાજ્યાં મહીસાગર નદીમાં પડેલા વાહનોમાંથી બહાર નીકળીને વહેતા પાણીમાં તરફડીયા મારતા લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. તો બીજી તરફબનાવની જાણ થતાં જ 20 જેટલી એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ સહિત પાદરા પોલીસ કાફલો અનેNDRFની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી બચાવ કામગીરી હાથ ધરી હતી.

આ દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છેજ્યારે 8 લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા છે. પાદરા હોસ્પિટલમાં 6 અને વડોદરાની સયાજી હોસ્પિટલમાં 2 લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે45 વર્ષ જૂના ગંભીરા બ્રિજના સમારકામ માટે તંત્રને અનેક વખત ધ્યાન દોરવામાં આવ્યું હતું. પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે મોટી દુર્ઘટના સર્જાય છે. ઉલ્લેખનીય છે કેગંભીરા બ્રિજ તૂટી પડતા દક્ષિણ ગુજરાતના પ્રવાસન અને પરિવહન વ્યવસ્થામાં ભારે ખલેલ પહોંચશે. આ બ્રિજ ભરૂચસુરતનવસારીતાપી અને વલસાડ સહિતના મુસાફરો માટે સૌરાષ્ટ્ર જવા માટે ઓછો ફેરાવો અને જલ્દી પહોંચવા માટે ફાયદાકારક હતો. જોકેહવે આ  બ્રિજ તૂટી પડતા દક્ષિણ ગુજરાતના લોકોને સૌરાષ્ટ્ર જવા માટે ભારે મથામણ કરવી પડશે તેમ ચર્ચાઇ રહ્યું છે.