વડોદરા : નવા સ્માર્ટ મીટર સામે સમા વિસ્તારના રહીશોનો વિરોધ, MGVCL કચેરી બહાર તાપમાં બેસી રામધૂન બોલાવી...

નવા સ્માર્ટ વીજ મીટર કાઢી નાખી જુના મીટર લગાવી આપવા માંગ કરી હતી.

New Update
વડોદરા : નવા સ્માર્ટ મીટર સામે સમા વિસ્તારના રહીશોનો વિરોધ, MGVCL કચેરી બહાર તાપમાં બેસી રામધૂન બોલાવી...

વડોદરા શહેરમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા નવા સ્માર્ટ વીજ મીટર લગાડવામાં આવી રહ્યા છે. મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા હાલમાં વડોદરામાં 27,440 જુદા જુદા 12 સબ ડિવિઝનમાં નવા સ્માર્ટ વીજ મીટર લગાડવામાં આવ્યા છે, તેમાંથી 15 હજાર હાલ એક્ટિવ છે. MGVCLના કાર્યક્ષેત્રમાં ભારત સરકારની RDSS સ્કીમ અંતર્ગત જાન્યુઆરી મહિનાથી સ્માર્ટ મીટર લગાડવાનું શરૂ કરવામાં આવ્યું હતું. હાલ વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં નવા સ્માર્ટ વીજ મીટરનો વિરોધ થઈ રહ્યો છે.

શહેરના પશ્ચિમ વિસ્તારમાંથી શરૂ થયેલો આ વિરોધ હવે ધીમે ધીમે પૂર્વ વિસ્તાર તરફ પ્રયાણ કરી રહ્યો છે. છેલ્લા 3 દિવસના વિરોધ બાદ આજે સતત ચોથા દિવસે પણ શહેરના સમા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 2 માં સમાવિષ્ટ સરસ્વતી સોસાયટી, આકાશગંગા, સુંદરવન, દાદા પાર્ક, જવાહર પાર્ક અને જાદવ પાર્ક સહિતની સોસાયટીના રહીશોએ એકત્ર થઈ MGVCLની સમા પેટા વિભાગીય કચેરી ખાતે હલ્લો મચાવ્યો હતો. આકરા તાપ વચ્ચે લોકોએ જમીન પર બેસી રામધૂન બોલાવી ઉગ્ર સુત્રોચાર કર્યા હતા.

રજૂઆત કરવા પહોંચેલા લોકોએ જણાવ્યું હતું કે જુના વીજ મીટરમાં 2 મહિનાનું બિલ 3,600 રૂપિયા આવતું હતું. હાલ 10 દિવસમાં જ 2,000 રૂપિયાનું રિચાર્જ પૂરું થઈ ગયું છે. દર 2 ત્રણ દિવસમાં 1,000-1,500 રૂપિયાનું રિચાર્જ કરવું પડે છે. જે અમને પરવડે તેમ નથી. રોષે ભરાયેલા લોકોએ MGVCL કચેરી ખાતે પોતાના મકાનોમાં નવા સ્માર્ટ વીજ મીટર કાઢી નાખી જુના મીટર લગાવી આપવા માંગ કરી હતી.

Latest Stories