Connect Gujarat
વડોદરા 

વડોદરા : ગાંધીજીના નિર્વાણ દિને રેંટિયા કાંતણ સ્પર્ધાનું આયોજન કરાયું

નગર પ્રા.શિક્ષણ સમિતિ તરફથી કરાયું આયોજન,120 શાળાઓના આચાર્ય અને શિક્ષકોએ ભાગ લીધો, વિજેતાઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં

X

મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિને અમદાવાદમાં મહાત્મા ગાંધીજીના ભીતચિત્રનું અનાવરણ કરાયું તો બીજી તરફ વડોદરામાં રેટિયા કાંતણ સ્પર્ધા યોજવામાં આવી હતી.....

મહાત્મા ગાંધીજીને રેંટીયો પ્રિય હતો તે વાતથી કોઇ અજાણ નથી. મહાત્મા ગાંધીજી જાતે જ રેંટીયાથી રૂને કાતતા હતાં. ગાંધી નિર્વાણ દિનના અવસરે વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રેંટીયા કાંતણ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ હિતેશ પટણી સહિતના મહેમાનો હાજર રહયાં હતાં. કાતણ સ્પર્ધામાં 120 શાળાના શિક્ષકો અને આચાર્યએ ભાગ લઈ રેંટીયો ચલાવ્યો હતો. વિજેતાઓને મહેમાનોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં.

Next Story