Connect Gujarat
વડોદરા 

વડોદરા : પાદરા-જંબુસર માર્ગ પર મોપેડ ચાલક સાથે થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો, પોલીસે કરી 3 શખ્સોની ધરપકડ

ત્રણેય આરોપીઓએ મોપેડ ચાલક પાસેથી લાખો રૂપિયાના માલમત્તાની ચીલઝડપ કરી હતી

વડોદરા : પાદરા-જંબુસર માર્ગ પર મોપેડ ચાલક સાથે થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો, પોલીસે કરી 3 શખ્સોની ધરપકડ
X

વડોદરા શહેરના પાદરા-જંબુસર રોડ પર આવેલ બાન્કો કંપની નજીક મોપેડ ચાલક પાસેથી થયેલ ચીલઝડપ મામલે વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા 3 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના પાદરા-જંબુસર રોડ પર આવેલ બાન્કો કંપની નજીક થોડા દિવસ પહેલા મોપેડ ચાલક પાસેથી કરેલ ચીલઝડપમાં સંડોવાયેલ 3 આરોપીઓને વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે પાદરાના રહેવાસી પરેશ ઉર્ફે પરીયો પ્રભાત સોલંકી, જીજ્ઞેશ નગીન પરમાર અને સંજય મગનભાઇ પઢીયારની ધરપકડ કરી છે.

આ ત્રણેય આરોપીઓએ મોપેડ ચાલક પાસેથી લાખો રૂપિયાના માલમત્તાની ચીલઝડપ કરી હતી, ત્યારે વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ચીલઝડપ કરનાર આરોપીઓ પાસેથી લૂંટ ચાલવાયેલ રૂ. 2.85 લાખ, 2 મોબાઈલ ફોન અને ચીલઝડપ કરવા માટે વપરાયેલ મોટરસાયકલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story